VIDEO:આ છે દુનિયાનુ સૌથી ઉંચુ ટ્રી હાઉસ

આ મકાનને બનાવનારનું કહેવુ છે કે આ ઘર બનાવતા પહલા તેને ભગવાનનો આદેશ મળ્યો હતો ત્યારે તેણે આ અદ્દભુત રચના કરી છે. આ વ્યક્તિએ એક વૃક્ષના સહારે દુનિયાનું સૌથી ઉંચુ ટ્રીહાઉસ, બનાવ્યુ છે. જેને જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહી થાય અને જો તમે મકાનના સૌથી ટોપ ફ્લોર પર જવા માંગો છો તો તમારે ઘણી હિમ્મત એકઠી કરવી પડશે કેમકે ત્યાથી નીચે જોવા પર તમને ચક્કર પણ આવી શકે છે.

અમેરિકાના ટેનેસી રાજ્યના ક્રાસવિલે શહેરના વિશ્વના સૌથી મોટા ટ્રી હાઉસ વિશે આપ નહી જાણતા હોવ. તેને 6 વૃક્ષના સહારે બનાવવમાં આવ્યુ છે. 100 ફુટ ઉંચુ આ ટ્રી હાઉસ કોઈ 10 માળની ઈમારત જેવુ ઉંચુ છે. આ કોઈ સામાન્ય માણસનું ઘર નથી પણ આ ટેનેસીના એક મંત્રીનું ઘર છે.

તેને બનાવનાર આર્કિટેક્ટે આને 1993માં બનાવવા વિશે વિચાર્યુ હતુ. જ્યારે તેમણે આ ઘર બનાવવાની શરૂઆત કરી ત્યારથી તેમને 11 વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. ઘરનો વર્તુળ એટલો છે કે તેમને જાણીને આશ્ચર્ય થશે. આ લગભગ 10 હજાર સ્ક્વેરફીટનું છે. તેમાં સર્પાઆકારની સીડી પણ છે. તે ઉપરાંત ઘરમાં બાલ્કની, મીની બાસ્કેટબોલ કોર્ટ પણ છે.


આ ઘરમાં સ્પેશ્યલ પેંટ હાઉસ પણ છે. અને તમે પેલી કહેવત તો સાંભળી જ હશે જે ઘરનો પાયો મજબુત હોય તે ઘર વર્ષોના વર્ષો સુધી ટકી રહે છે. આ ઘરનો પાયો 80 ફુટ ઉંડો કહેવામાં આવી રહ્યો છે. જો તમે આને કાચુ ઘર સમજવાની ભુલ કરી રહ્યા હોય તો પોતાનો વિચાર બદલી નાખો. આ ઘરના દરેક માળની ઉંચાઈ 9 થી 11 ફુટની છે.

જેનાથી તમે ઘરની ઉંચાઈનો અંદાજો લગાવી શકો છો આ ઘરને બનાવવમાં કુલ 12,000 ડોલર ખર્ચવામાં આવ્યા છે. લાયસન્સ પ્લેટ્સ, ફર્નિચર, છત બનાવવાની સામગ્રી, અને ફ્લેક્સીગ્લસ સ્કાઈલાઈટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે આ ખર્ચ આવ્યો છે. ઘરમાં લાગેલી સર્પાઆકારની સીડીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. બર્ગેસ નામના એક વ્યક્તિએ પોતાની પત્ની માટે આ ઘરને બનાવ્યુ છે.

You might also like