હવે હથિયારની જેમ ઇન્ટરનેટ પણ ખતરનાક, WWWનાં સંસ્થાપકે આપી ચેતવણી

ઇન્ટરનેટ હવે હથિયારબંધ થઇ ગયેલ છે. ઇન્ટરનેટ હવે એટલું ખતરનાક થઇ ગયું છે કે જેટલાં લોકો હથિયારો ઊઠાવતા હોય છે. વર્લ્ડ વાઇડ વેબની સ્થાપનાનાં 29 વર્ષ પૂર્ણ થવા પર સંસ્થાપક ટિમ બર્નર્સ લીએ પોતાનાં બ્લોગમાં આવી ચેતાવણી આપી છે.

ટિમે માર્ચ, 1989માં રોબર્ટ સાઇલાઉની સાથે મળીને વર્લ્ડ વાઇડ વેબની સ્થાપના કરી હતી. બ્રિટિશ કોમ્પ્યુટર વૈજ્ઞાનિકે ખુલ્લા પત્રમાં એવું લખ્યું કે ઇન્ટરનેટનાં નવા દ્રારપાલ હાવી થઇ ગાય છે. તેઓ વિચારનાં પ્રસારને નિયંત્રિત કરી રહ્યાં છે. ઇન્ટરનેટ પૂર્ણ તાકાત કેટલીક કંપનીઓ પાસે ભેગી કરી રહી છે. આનાંથી ઇન્ટરનેટનાં હથિયારની જેમ ઉપયોગનો ખતરો વધી ગયો છે.

ટિમનું એવું કહેવું છે કે હમણાંનાં વર્ષમાં સોશિયલ મીડિયા સાઇટ પર રાજકારણ વધારે ટ્રેન્ડ કરી રહ્યું છે. ફર્જી ટ્વિટ અને ફેસબુક એકાઉન્ટ સામાજિક તણાવમાં વધારો કરી રહ્યું છે.

82 વર્ષીય એમઆઇટી પ્રોફેસર ટીમનું નિવેદન એવા સમયમાં આવ્યું છે કે જ્યારે અનેક યૂરોપિય દેશોએ નવા કાનૂન બનાવ્યાં છે જેથી તેઓ ફર્જી એટલે કે ખોટા તેમજ નફરત ભર્યા ભાષણોને રોકી શકે. તેઓને એવો ડર છે કે તેઓ તેમનાં લોકતંત્રનાં પાયાને હલાવી શકે છે.

નોંધનીય છે કે જર્મનીએ આ વર્ષે 1લી જાન્યુઆરીથી એક એવો કાયદો બનાવ્યો છે કે જેનાં આધારે જો નફરત કરનારું કન્ટેન્ટ એટલે કે ઉશ્કેરજનક જો વિષય 24 કલાકની અંદર નહીં હટે તો ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર 6 કરોડ ડોલરનો દંડ ફટકારવામાં આવશે.

You might also like