World T20: રસાકસીભરી મેચમાં ભારતો વિજય

બેંગ્લોર: ટી-20 વર્લ્ડકપના સુપર-10ના રોમાંચક મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 1 રને હરાવ્યું હતું. અંતિમ ઓવરમાં બાંગ્લાદેશને જીતવા માટે 11 રનની જરૂર હતી પરંતુ તે બનાવી શક્યુ ન હતું. અને બાંગ્લાદેશને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પહેલાં બાંગ્લાદેશને પ્રથમ ફટકો મિથુનના રૂપમાં લાગ્યો હતો. મિથુનનો અશ્વિનની ઓવરમાં હાર્દિક પંડ્યાએ કેચ પકડ્યો હતો અને ત્યારબાદ જાડેજાની ઓવરમાં તમિમ ઇકબાલને ધોનીએ 35 રને સ્ટમ્પ આઉટ કર્યો હતો. જ્યારે શબ્બીર રહેમાન 26 રને આઉટ થયો હતો અને શાકિબ અલ હસન 22 રન બનાવી આઉટ થયો હતો.  મોહરજા 6 રન બનાવી આઉટ થયો હતો. સૌમ્પ સરકાર પણ 21 રને નહેરાનો શિકાર બન્યો હતો.

આ પહેલાં ટીમ ઇન્ડીયાએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 146 રન બનાવી લીધા હતા. અને બાંગ્લાદેશને 147 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

બાંગ્લાદેશ સામે ટોસ હારીને ટીમ ઇન્ડીયા તરફથી પહેલાં બેટીંગ કરવા પીચ શિખર ધવન અને રોહિત શર્મા ઉતર્યા હતા. બંને બેટ્સમેનોએ ટીમને શાનદાર શરૂઆત આપતાં પહેલી વિકેટ માટે 42 રનની પાર્ટનરશિપ કરી હતી. આ ભાગીદારીને છઠ્ઠી ઓવરમાં મુસ્તફિજુર રહમને રોહિત શર્મા (18)ને શબ્બીર રહમાન હાથે કેચ કરાવીને તોડી દીધી હતી.

રોહિત શર્મા બાદ વિરાટ કોહલી આવ્યો પરંતુ બાંગ્લાદેશના બોલર શાકિબ અલ હસને ધવનને બીજી જ ઓવરમાં 23 રનના અંગત સ્કોર પર એલબીડબ્લ્યૂ આઉટ કરી પેવેલિયન મોકલી દીધો હતો.

ધવન બાદ સુરેશ રૈના અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે શાનદાર બેટીંગ કરતાં 50 રનોની ભાગીદારી કરી. આ ભાગીદારીને સુવાગત હોમે કોહલીને 24 રનના અંગત સ્કોર પર પેવેલિયન ભેગો કરી દીધો.

વિરાટ કોહલી બાદ હાર્દિક પંડ્યા સાથી ખેલાડી સુરેશ રૈનાનો સાથે આપવા માટે આવ્યો. બંને વચ્ચે 17 રનની પાર્ટનરશિપ થઇ હતી કે 15.1 ઓવરમાં સુરેશ રૈના (30 રન, 23 બોલ, 1 ચોગ્ગો, 2 સિક્ક્સર) અને હાર્દિક પંડ્યા (15 રન, 2 ચોગ્ગા, 1 સિક્સર) ફટકારી આઉટ થઇ ગયો હતો.

આ દરમિયાન યુવરાજ સિંહ 3 રન બનાવી આઉટ થઇ ગયો હતો. યુવરાજ સિંહ બાદ રવિન્દ્વ જાડેજાએ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે ઇનિંગને આગળ વધારી. આ દરમિયાન 17.5 ઓવરમાં મુસ્તફિજુર રહેમાનના બોલ પર 1 રન લઇને ધોનીએ ટી20માં 1000 રન પુરા કર્યા અને 1000 રન પુરા કરનાર આ ભારતનો 5 ક્રિકેટર બની ગયો છે.

ધોની અને જાડેજા ટીમના સ્કોરને 19.1 ઓવરમાં 137 રન સુધી પહોંચ્યા શક્યા હતા કે જાડેજા 12 રનના અંગત સ્કોર પર આઉટ થઇ ગયો હતો. જાડેજા બાદ ધોની અને રવિચંદ્રન અશ્વિને બાકીના ચાર બોલનો સામનો કરતાં ટીમના સ્કોરને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 146 સુધી પહોંચાડ્યો હતો.

ટીમ ઇન્ડીયાનું નેતૃત્વ કેપ્ટન એમએસ ધોની જ્યારે બાંગ્લાદેશ ટીમની કમાન મસરફે મુર્તુજા સંભાળી રહ્યો છે.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે બુધવાઅરે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત વિરૂદ્ધ રમાઇ રહેલા આઇસીસીસ ટી20 વર્લ્ડકપમાં ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોની આ ત્રીજી મેચ છે. ભારતે અત્યાર સુધીમાં એક મેચ હારી છે જ્યારે એક જીતી છે બાંગ્લાદેશને અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં હાર મળી છે.

ભારતને સેમીફાઇનલમાં પહોંચવું હોય તો તેને આ મેચ જીતવી પડે. આમ તો ગ્રુપ-2માંથી ન્યૂઝિલેન્ડ સેમિફાઇનલમાં પહોંચી ગયું છે અને આ ગ્રુપમાંથી એક જ સીટ બચી છે.

You might also like