OMG! વિશ્વની સૌથી મોટી વ્યક્તિ 117 વર્ષની ઉંમરે નિધન

ટોક્યો: દુનિયાની સૌથી મોટી વ્યક્તિનું દક્ષિણ જાપાનમાં નિધન થઇ ગયું છે. આ વ્યક્તિની ઉંમર 117 વર્ષની હતી. કિકાઇના એક અધિકારીએ જણાવ્યું કે નબી તાજીમાંનું એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેણીને જાન્યુઆરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

નબીનો જન્મ 4 ઓગસ્ટ 1900માં થયો હતો. તેમના કથિત રીતે (ગ્રેટ ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન સહિત) 160થી વધારે વંશજ હતા. તેમનું શહેર કિકાઇ જાપાનના ચાર મુખ્ય દ્વીપના દક્ષિણી ભાગ ક્યૂશુ પર કાગોશિમા પ્રાંતમાં આવેલ છે. અંદાજે સાત મહિના પહેલા જમૈકામાં વોઇલટ બ્રાઉનનું નિધન થયા બાદ તેઓ દુનિયાના સૌથી મોટી ઉંમરના વ્યક્તિ તરીકેનું બિરુદ મળ્યુ હતું.

વોઇલેટનું નિધન પણ 117 વર્ષની વયે થયું હતું. અમેરિકા સ્થિત ‘ગેરોનોલજી રિસર્ચ ગ્રુપ’ નું કહેવું છે કે હવે જાપાનની જ એક અન્ય મહિલા શિયો યોશિદા વિશ્વની સૌથી મોટી ઉંમરની વ્યક્તિ બની છે. તેમની ઉંમર 116 વર્ષ છે.

You might also like