OMG! ૧૩૭૨ રોબોએ સાથે નાચીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

૨૦૧૬માં UBTECH નામની ચાઈનીઝ ટેક્નોલોજી કંપનીએ પહેલી વાર આ રેકોર્ડ બનાવ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ચીનની કંપનીએ ૧૦૬૯ ડોબી નામના રોબો મશીન્સને નચાવીને એ રેકોર્ડ તોડ્યો હતો. તાજેતરમાં UBTECH કંપનીએ ફરીથી એ રેકોર્ડ પોતાના નામે કરવા કમર કસી અને ૧૩૭૨ આલ્ફા 1S ના રોબો તૈયાર કર્યા. આ રોબો ૪૦ સેન્ટિમીટર હાઈટ ધરાવે છે અને એલ્યુમિનિયમ એલોય અને પ્લાસ્ટિક કોટિંગ દ્વારા તૈયાર થયા છે. પૂરી એક મિનિટ સુધી આ તમામ રોબોએ એકસાથે સિન્ક્રોનાઈઝ્ડ ડાન્સ કર્યો હતો અને ફરીથી નવો રેકોર્ડ બનાવ્યો હતો.

You might also like