World Bicycle Day: જાણો સાઈકલનો ઇતિહાસ અને રસપ્રદ વાતો

આજે વર્લ્ડ સાઈકલ દિવસ છે, આ અવસર પર આવો જાણીએ આ દ્રિચક્રી વાહન વિશે ખાસ વાતો જેના પર સવારી કરવાથી માણસ દિલો-દિમાગ અને શરીરથી સંપૂર્ણપણે સ્વસ્થ્ય રહે છે.

ક્યારેય કોઇએ તમને જણાવ્યા છે સાઈકલ ચલાવવાના આ ફાયદા

સાઈકલનો ઈતિહાસ…
– સાઈકલનું ચલણ 19મી શતાબ્દીમાં યૂરોપમાં આરંભ થયો હતો.
– હાલમાં સમગ્ર વિશ્વમાં અંદાજે 10 કરોડ સાઈકલ છે.
– ચીન અને નેધરલેંડ વગેરે દેશોમાં સાઈકલ અવર-જવરનું મુખ્ય સાધન છે.

સાઈકલ વિશે રસપ્રદ વાતો:

વિશ્વની પ્રથમ સાઈકલ
1839માં સ્કોટલેંડના એક લુહાર કિર્કપેટ્રિક મેકમિલને વિશ્વની પ્રથમ સાઈકલ બનાવી હતી. જેમાં પૈડાને ચલાવવા માટે પેડલ ન હતા.
Bicyle-1ડ્રેસિયેન
1817માં જર્મનીના બેરન ફોન ડ્રેવિસે હાલની સાઈકલની રૂપરેખા તૈયાર કરી હતી તેનું નામ ડ્રેસિયેન રાખવામાં આવ્યું હતું.
Bicyle-2
1830 થી 1842ની વચ્ચે
આ સાઈકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિકલાકની હતી, જેનો ઉપયોગ ફક્ત 1830 થી 1842 વચ્ચે થયો હતો.
Bicyle-3પિય્રે લૈલમેંટ
આમ તો કેટલાક ઇતિહાસવિદો કહે છે કે સાઈકલની શોધ 763માં જ ફ્રાંસના પિયરે લૈલમેંટે કરી હતી.

1872માં એક સુંદર રૂપ
તેની વધતી જતી માંગને જોતાં ઇગ્લેંડ, ફ્રાંસ અને અમેરિકાના સાધન ઉત્પાદકોએ તેમાં અનેક મહત્વપૂર્ણ સુધારા કરી 1872માં એક સુંદર રૂપ આપ્યું અને આ પ્રચલનમાં આવી ગઇ છે.

1960થી માંડીને 1990 સુધી
1960થી માંડીને 1990 સુધી ભારતમાં મોટાભાગના પરિવારો પાસે એક સાઈકલ હતી.

ચીન બાદ ભારત
ચીન બાદ દુનિયામાં આજેપણ સૌથી વધુ સાઈકલ ભારતમાં બને છે.

ફિટનેસ માટે સાઈકલ વૉક
આજે પણ સાઈકલનું મહત્વ ઓછું થયું નથી એટલા માટે આજે લોકો પોતાની ફિટનેસ જાળવી રાખવા માટે સાઈકલ ચલાવે છે.

અડધો કલાક સાઈકલ જરૂર ચલાવો
સાઈકલ આખા શરીરની માંસપેશિઓને સંપૂર્ણપણે સક્રિય રાખે છે એટલા માટે શક્ય હોય તો દરરોજ અડધો કલાક સાઈકલ જરૂર ચલાવવી જોઇએ.
Bicyle-4વર્લ્ડ સાઈકલ ડે
19 એપ્રિલના રોજ વર્લ્ડ સાઈકલ દિવસની શરૂઆત થઇ હતી જે ના ફક્ત શરીરને સ્વસ્થ્ય રાખે છે પરંતુ પર્યાવરણને પણ સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત રાખે છે.

You might also like