CPF યોજનાને વર્લ્ડ બેન્કની મંજૂરીઃ 25 થી 30 અબજ ડોલરની સહાય મળશે

વોશિંગ્ટન: વર્લ્ડ બેન્કે ભારત માટે એક મહત્ત્વાકાંક્ષી પંચવર્ષીય ‘સ્થાનિક ભાગીદારી વ્યવસ્થા’ (સીપીએફ) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ ભારતને ૨૫ થી ૩૦ અબજ ડોલર નાણાકીય સહાય મળવાની અપેક્ષા છે, જેથી દેશના ઓછી-મધ્યમ આવક ધરાવનાર લોઅર મિડલ ક્લાસને મદદ મળી રહેશે.

દેશના ઓછી-મધ્યમ આવક ધરાવનાર દેશોની કેટેગરીમાંથી ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશોની શ્રેણીમાં પહોંચવામાં મદદ મળી રહેશે. વિશ્વ બેન્કનું માનવું છે કે સીપીએફ યોજનાથી ભારતને પોતાના સમાવેશક અને સ્વસ્થ આર્થિક વિકાસનાં લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદ મળશે.

વર્લ્ડ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ભારતને હાયર મિડલ ઇન્કમ ધરાવતા દેશ બનવાનાં લક્ષ્યાંકોને સમર્થન આપવામાં આવ્યું છે. આ સહાયથી દેશના પ્રાથમિક વિકાસની અગ્રિમતાઓની કેટલીક સમસ્યાઓ હલ કરવામાં સરળતા રહેશે. આ સંસાધનોના અસરકારક ઉપયોગ અને સમાવેશક વિષય વિકાસ, રોજગાર સર્જન અને માનવ મૂડીનું નિર્માણ જેવી પ્રાથમિકતાઓનો સમાવેશ થાય છે.

આ ભાગીદારી વ્યવસ્થા હેઠળ ભારતને આંતરરાષ્ટ્રીય પુનઃ નિર્માણ અને વિકાસ બેન્ક (આઈબીઆરડી) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએફસી) અને બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી (એમઆઇજીએ) તરફથી પાંચ વર્ષમાં ૨૫થી ૩૦ અબજ ડોલરની નાણાકીય સહાય તબક્કાવાર મળશે.

વર્લ્ડ બેન્કના ઉપાધ્યક્ષ અને દક્ષિણ એશિયા બાબતોના પ્રભારી હાર્ટવિંગ શેફરે જણાવ્યું હતું કે ઝડપથી વધતા અર્થતંત્ર, વૈશ્વિક કદ અને છેલ્લા દાયકામાં વધુ સંખ્યામાં લોકોને ગરીબી રેખાની બહાર લાવવાના ખાસ અનુભવને લઇને ભારત ૨૦૩૦ સુધીમાં એક હાઈ મિડલ ક્લાસ ઇન્કમ ધરાવતો દેશ બનવાની સ્થિતિમાં છે.

You might also like