Categories: Entertainment

૯૦ વર્ષ સુધી કામ કરવું છેઃ કલ્કિ કોચલીન

મુંબઇઃ ફ્રાંસ મૂળની બોલિવૂડ અભિનેત્રી કલ્કિ કોચલીને ‘દેવ ડી’ ફિલ્મના માધ્યમથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ માટે તેને બેસ્ટ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર મળ્યો. ત્યાર બાદ ‘જિંદગી ન મિલેગી દોબારા’, ‘ધેટ ગર્લ ઇન યલો બૂટ્સ’ અને ‘માર્ગારેટા વિથ અ સ્ટ્રો’ જેવી ફિલ્મોથી તેણે સાબિત કરી દીધું કે તે દરેક પ્રકારનાં પાત્ર ભજવવા સક્ષમ છે. હવે તે ‘જિયા ઔર જિયા’ નામની એક રોડ ટ્રાવેલ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં રિચા ચઢ્ઢા પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘કેન્ડીફ્લિપ’ એક સાઇકો થ્રિલર ફિલ્મ છે. ‘આજમાઇશ-ટ્રાયલ્સ ઓફ લાઇફ’ પણ એક ભાવપૂર્ણ ફિલ્મ છે, જેનું નિર્દેશન પાકિસ્તાની ફિલ્મ મેકર સબીહા સુમર કરે છે.

કલ્કિને એક્ટિંગની સાથે-સાથે ફિલ્મ મેકિંગની ટેકનિક અંગે પણ થોડી જાણકારી છે. હવે તે કેમેરાને સારી રીતે સમજવા લાગી છે. તેની હિંદી ભાષા અને એક્ટિંગ સ્કિલ્સ પણ ખાસ્સાં સુધર્યાં છે. કલ્કિની પ્રતિભા પર કોઇને શંકા નથી. આ સફળતાને તે કેવી રીતે કેશ કરે છે તે અંગે જવાબ આપતાં તે કહે છે કે હું પાંચથી સાત નહીં, પરંતુ ૯૦ વર્ષ સુધી કામ કરવા ઇચ્છું છું. હું મને ઓફર કરાયેલા દરેક રોલ માટે હા ન કહી શકું. હું દરેક પ્રકારની ફિલ્મમાંથી કંઇક ને કંઇક શીખવા ઇચ્છું છું. સાથે-સાથે સ્ટિરિયોટાઇપ ઇમેજમાંથી બહાર નીકળવા ઇચ્છું છું.

home

Navin Sharma

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

4 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

4 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

5 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

7 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

8 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

8 hours ago