PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કામગીરી દરમિયાન પટકાતા કામદારનું મોત

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી દરમિયાન દુર્ઘટના બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કામ કરતા ઝારખંડના કામદારનું નીચે પટકાતા મોત થયું છે. કામદારના મોતને લઇને કામદારોમાં રોષ ફેલાયો હતો. રોષે ભરાયેલા કામદારોની નિગમ અને પોલીસ સાથે બોલાચાલી થઇ હતી.

કામદારોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી અટકાવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ કામદારોએ સુરક્ષાના મુદ્દે રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી.પ્રધાનમંત્રી નરેદ્ર મોદીનું ડ્રીમ પ્રોજેકટ સરદારપટેલનું 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહી છે.

31 ઓકટોબરનારોજ પ્રોજેકટ પૂર્ણ કરવાનું હોઈ ત્યારે આ સ્ટેચ્યુનું કામ દિવસ રાત ચાલી રહ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં કામદારો કામ કરે છે ત્યારે આજે આ સ્ટેચ્યુની બાજુમાં બની રહેલ બ્રીજ પર આ ઘટના બની હતી.

You might also like