IPLને પાણી નહી આપવાનું વલણ અમે સ્પષ્ટ કરી ચુક્યા જ છીએ : ફડણવીસ

મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે સ્પષ્ટતા કરી કે તેમની સરકારે રાજ્યમાં આઇપીએલ મેચોનાં માટે પાણી નહી ફાળવે.ફડણવીસે કહ્યું કે અમારી સરકારે કોર્ટમાં મજબુત પક્ષ મુક્યો છે અને જો આઇપીએલ મેચ ક્યાંય શિફ્ટ થાય છે તો અમને તેની સામે પણ સમસ્યા નથી. ફડણવીસે કહ્યું કે તેમની સરકારે પીચ બનાવવા માટે પાણી વેડફવા અંગે પોતાનુ વલણ સ્પષ્ટ કરી દીધું છે. ગુરૂવારે બોમ્બે હાઇકોર્ટ આઇપીએલમાં પાણી વેડફવા અંગે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.

રાજ્ય સરકારને પુછવામાં આવ્યું હતું કે તે રાજ્યમાં ચાલી રહેલા દુષ્કાળ મુદ્દે કેટલી ગંભીર છે. કોર્ટે પુછ્યું હતું કે આપ (સરકાર) મોટા પ્રમાણમાં લોકોનાં સંપર્કમાં રહે છે, જાનવરો મરી રહ્યા છે, દુધાળા પશુઓ મરી રહ્યા છે, લોકો મરી રહ્યા છે અને તમે પિચ ગ્રાઊન્ડ મેઇન્ટેઇન કરવા માંગો છો. જો કે કોર્ટે 9 એપ્રીલે યોજાનારી પહેલી આઇપીએલ મેચને મંજુરી આપી દીધી હતી. મહારાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ચાલી રહેલ દુષ્કાળની સમસ્યાનાં મુદ્દે એક જનહીત અરજી દાખલ કરવામાં આવી હતી.

જનહીત અજીમાં માંગ કરવામાં આવી હતી કે આઇપીએલ મેચ દરમિયાન મેદાનને તૈયાર કરવા માટે લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોય છે. માટે મહારાષ્ટ્રમાં આઇપીએલનાં આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવવો જોઇએ. મુંબઇ, પુણે, નાગપુરમાં આઇપીએલની 20 મેચો યોજાનાર છે. જ્યાં પાણીમાટે લોકો ટળવળી રહ્યા છે ત્યારે શું સેંકડો લીટર મેદાન પર છાંટી દેવું યોગ્ય ગણાશે. જેનાં પગલે કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.

You might also like