Women’s Day Special: નૌસેના અને એમ્પાવર્ડ વુમન

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને હું સેલ્યુટ કરું છું એ મહિલા અધિકારીઓને જેમણે નૌસેનાનાં ચેલેન્જીંગ અને પુરુષપ્રધાન વાતાવરણમાં પોતાની લીડરશીપ ક્વોલીટી અને પ્રોફેશનલ એટીટ્યુડ વડે તેમના સેના માં પ્રદર્શન અને સમાવેશ વિષે જે પ્રશ્નાર્થો હતાં તે સઘળા દુર કરી નારીશક્તિની મહત્તા સાબિત કરી છે.

ભારતીય નૌસેના નાં ઈતિહાસ માં ૧૯૯૨ નું વર્ષ સીમાચિહ્ન રૂપ બની રહ્યું. 13 જુલાઈ ૧૯૯૨નાં રોજ ભારતીય નૌસેના માં સર્વપ્રથમવાર ગર્લ કેડેટની બેચનું આઇએનએસ માંન્ડોવી-ગોવા ખાતે પ્રશિક્ષણ શરૂ થયું. આ પૂર્વે નૌસેના માત્ર મહિલાઓ ફક્ત મેડીકલ કેડર માં ડોકટર (મેડીકલ ઓફિસર)નાં પદ પર રીક્રુટ થતી હતી. ડાયરેક્ટર જનરલ નેવલ પ્રોજેક્ટ માં મારાં ડીવીઝનલ અધિકારી લેફ્ટનન્ટ કમાન્ડર રાજેશ્વરી કોરી હતાં. પ્રોજેક્ટમાં મારો પ્રથમ દિવસ ખોટાં કારણોસર યાદગાર બની રહ્યો.

મારે માટે મહિલા અધિકારી નીચે કામ કરવાંનો એ સર્વપ્રથમ અનુભવ હતો. એ દિવસેજ સાંજ થતાં થતાં પુરુષ સહજ અહં ઘવાયાથી થોડા ટકરાવની સ્થિતિનું નિર્માણ થયું હતું. રાજેશ્વરી મેડમે ત્યાર બાદનાં દિવસો દમિયાન મારાં અને અન્ય નૌસૈનિકો સમક્ષ કઈ પ્રકારની જોહુકમી કે પોતાના અધિકારી પદનો પાવર દેખાડ્યા વગર પોતાના નોલેજ, ટીમ વર્ક, પ્રોફેશનલ કન્ડકટ વડે પોતાને અમારાં કમાન્ડર તરીકે પ્રસ્થાપિત કર્યાં તે પ્રશંશનીય છે.

મેં મારી નૌસેનાની કારકિર્દી માં પ્રથમવાર કોઈ અધિકારીને પોતાના સહયોગીઓ પાસેથી આટલી સિફતપૂર્વક પ્રદર્શન કરાવતાં જોયા. હું માનું છું કે તેમની એક મહિલા તરીકેની સંવેદનશીલતા તેમને અન્ય પુરુષ કમાન્ડરો થી અલગ તારવતી હતી. પોતાની નીચેનાં પ્રત્યેક નૌસનીકને સમજવાની અને તેની પાસે ક્ષમતા મુજબ કામ કરાવવાની આવડત ઉપરાંત ડીવીઝનલ અધિકારી ની રુએ તેઓ સૈનિકોનાં રહેણાક, તાલીમ, રજા અને અન્ય વ્યક્તિગત પ્રશ્નોનાં ઉકેલ અંગે પણ ઊંડો રસ લેતાં. ટૂંક સમયમાંજ કમાન્ડર રાજેશ્વરી નૌસનીકોના ફેવરીટ ડીવીઝનલ અધિકારી બની ચુક્યા હતા.

ભારતીય નૌસેના નાં યુદ્ધ જહાજ પર તૈનાત સર્વપ્રથમ મહિલા અધિકારી તરીકે કમાન્ડર રાજેશ્વરીનું નામ લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સ માં દર્જ છે. કમાન્ડર રાજેશ્વરી કોરી નાં પિતા પણ નૌસેના માં પ્રોવોસ્ટ અધિકારી હતાં. તેમના પતિ કમાન્ડર સંદીપ કુમાર પણ વર્ષ 2015 સુધી નૌસેના માં એન્જીનીયર અધિકારી હતાં.

૧૯૯૫ માં લોજીસ્ટીક્સ કેડર માં શોર્ટ સર્વિસ અધિકારી તરીકે સેવાનો પ્રારંભ કરનાર કમાન્ડર કોરી 14 વર્ષ ની ઝળહળતી કારકિર્દી બાદ વર્ષ 2010 માં સેવા નિવૃત થયાં. હાલ તેઓ સીનીયર સ્ટાફ ઓફિસર અને ટ્રેનીગ કમાન્ડન્ટ નાં પદ પર સિવિલ ડીફેન્સ મહારાષ્ટ્રમાં ફરજ બજાવે છે. તેમને બે પુત્રીઓ છે દિવ્યા અને અદિતિ, બંને દીકરીઓને પ્રેમ થી દીવ્યાદીતીનાં નામે પણ ઓળખીએ છીએ.

મનન શ્રી ભટ્ટ (પૂર્વ નૌસૈનિક)

You might also like