જમાલપુરમાં રહેતી યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવી નાખ્યું

અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં રહેતી એક યુવતીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ અાત્મહત્યા કરતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે જમાલપુરમાં સરદારપુલ પાસે હેલ્થ સ્ટાફ ક્વોટર્સ બ્લોક નં.૨માં રહેતી ૨૨ વર્ષીય કોકિલા ઉર્ફે જૂલી રમેશભાઈ ધારૂ નામની યુવતીએ રાતના ૯.૩૦ વાગ્યાના સુમારે અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં તેને ગંભીર હાલતમાં વીએસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં અાવી હતી જ્યાં રાતે જ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી અાત્મહત્યા કરનાર યુવતીના સગાંં સંબંધીઓની પૂછપરછ કરી હતી પરંતુ અાપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

You might also like