Categories: Lifestyle

10 સિક્રેટ:… અને મહિલાઓ તમારી પાછળ થઇ જશે લટ્ટૂ

નવી દિલ્હી: મહિલાઓનો સ્વભાવ સીક્રેટ એટલે કે સરળતાથી મનની વાત મોઢા પર જલ્દી લાવતી નથી. પરંતુ તેમની ઘણી ઇચ્છાઓ હોય છે અને તે તેના પતિ અને પ્રેમીથી ઘણી અપેક્ષાઓ રાખે છે. તેમના પતિ કે પ્રેમીથી ફક્ત તે લોકોને પ્રેમ અને દેખભાળની આશા નથી હોતી પરંતુ તે ઇચ્છે છે કે તેના નખરાં પણ તેઓ ઉઠાવે, તેમની આગળ પાછળ ફરે અને તેમને મહત્વ આપે.

વખાણ સાંભળવા
વખાણ સાંભળવા કોણે પસંદ ના હોય પરંતુ મહિલાઓને થોડાંક વધારે જ વખાણ સાંભળવા ગમે છે. તેમને એવા પુરુષો ગમે જે તેમના વખાણ કરે. જો તમને તમારી પ્રેમિકા કે પત્નીમાં થોડોક પણ ચેન્જીસ દેખાય તો બસ તો તેના વખાણ કરવામાં એક મિનીટ પણ જવા દેશો નહીં. આ નવો બદલાવ હેર કટ, નવા ડ્રેસમાં નવું લૂક હોઇ શકે છે ક્યાં તો પછી નવા રંગની લિપસ્ટીક પણ હોઇ શકે છે જેનાથી તેમના હોંઠ અલગ લાગે છે.

ધ્યાન રાખનાર પુરુષ
મહિલાઓને કેર કરનારા પુરુષ ઘણા પસંદ હોય છે. સ્વભાવથી પુરુષો કરતાં મહિલાઓ વધારે સંવેદનશીલ હોય છે. એટલે તેમને એવા પુરુષ વધારે સારા લાગે છે. જે મુશ્કેલી, પરેશાની અને સંકટ સમયે તેમનું ધ્યાન રાખીને તેમની સાથે રહે અને તેમની દેખભાળ કરે.

કપડાં પર પણ ફિદા થાય છે
મહિલાઓ વધારે તેમના જ નહીં પરંતુ પુરુષોના કપડાંને લઇને પણ વધારે સભાન રહે છે. તેમને એવા પુરુષો વધારે સારા લાગે છે જે બરાબર કપડાં પહેરે છે. પુરુષ તેના કપડાંથી મહિલાને પ્રભાવિત કરી શકે છે. પુરુષોએ તે પણ જાણવાની કોશિશ કરવી જોઇએ કે પત્ની અથવા પ્રેમિકાને તે કેવા કપડાં પહેરે એમાં પસંદ કરે છે. તમારી મહિલા તમને ટાઇટ જીન્સમાં જોવાનું પસંદ કરે છે તો તમે ટાઇટ જીન્સ પહેરો.

જૂના સંબંધો માટે ઉત્સુક્તા
મહિલાઓ તમારા જૂના સંબંધો વિશે જાણવા માંગે છે. એવામાં ડરવાની કોઇ જરૂર નથી અને તમારે સંકોચાયા વગર બધું જણાવી દેવું જોઇએ કારણ કે મહિલાઓ વધારે દયાવાન હોય છે. તેથી જરૂરી નથી કે એ તમારી જૂની વાત સાંભળીને સંબંધ તોડી દેશે. પરંતુ તે તમારાથી વધારે નજીક આવી જશે.

તમારું મંતવ્ય થોપશો નહીં
મોટાભાગે પુરુષોની આદત હોય છે કે મહિલાઓ તેમની વાત શરૂ કરે નહીં તે પહેલા તેમનું મંતવ્ય આપવાનું શરૂ કરી દે છે. માગ્યા વગર મંતવ્ય આપવાથી તેમને એક લઘુતા ગ્રંથી બંધાઇ જાય છે. એટલે તે કોઇ પણ વાતથી પરેશાન હોય ક્યાંતો તેમની સાથે કોઇ પ્રોબ્લેમ હોય તો તમે સલાહ જરૂરથી આપો પરંતુ તેમની વાત સારી રીતે સાંભળીને.

સંબંધમાં રોમાન્સ
મહિલાઓ તેમના સંબંધની કદર સાથે સંબંધોમાં હંમેશા રોમાન્સને સતત રાખવા માંગે છે. તેથી તે જરૂરી છે કે તમારા સંબંધ 5 મહિના કે 5 વર્ષ જૂના હોય પરંતુ તેમાં રોમાન્સ હોવું જરૂરી છે.

કમીઓને જાણવી
મહિલાઓને પ્રશંસા કરનાર પુરુષોની સાથે સાથે તેની કમીઓ બતાવનાર પુરુષ પણ વધારે પસંદ હોય છે, જેમકે મહિલા લાંબા સમય સુધી કામ કર્યા પછી ઘણી થાકી ગઇ હોય અને ગુસ્સો આવતો હોય તો તેવા સમયે તેનામાં રહેલી કમિઓ બતાવનાર પુરુષ તેને ગમે છે.

વાતોને ધ્યાનથી સાંભળવી
મહિલાઓ એવું જાણવાનો પ્રયત્ન કરે છે કે તમે તેની વાતો કેટલી ધ્યાનથી સાંભળો છો અને કેવી રીતે જવાબ આપો છો. એટલે મહિલાઓ સાથે વાત કરવા માટે ખાલી માથું હલાવું નહીં પરંતુ ધ્યાનથી સાંભળવી.

સેક્સ માટેની તેમની ઇચ્છા
મહિલા હંમેશા સેક્સ માટે વાત કરવી અને તેના પાર્ટનરને ખુશ રાખવા માંગે છે. એટલે તમે પણ સેક્સ દરમિયાન એવું કરો જે મહિલા સાથી ઇચ્છે છે. તે માટે નમ્ર વલણ જરૂરી હોય છે. પહેલા પૂછો કે તે શું ઇચ્છે છે. પછી પોતાની ઇચ્છાઓને સારી રીતે તેમની સામે મૂકો.

શિસ્તપૂર્વક રહો
જ્યારે રોમાન્સની વાત આવે છે તો ઘણી મહિલાઓ પુરુષોની પરંપરાગત મર્દાની ભૂમિકા પસંદ કરે છે. જેમ કે છોકરી બેસવા માટે જાતે જ ખુરશી ખેંચી શકે છે પરંતુ તે તમારી રાહ જોવે છે કે તમે તેને ખુરશી ખેંચીને આપો. તો સમય આવી ગયો છે તમે તેની નજરમાં સજજ્ન પુરુષ બની જાવ.

Krupa

Recent Posts

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

45 mins ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

1 hour ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

2 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

3 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

3 hours ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

5 hours ago