VIDEO: પાટણનાં રાધનપુરમાં મહિલાઓ બની રણચંડી, પુરૂષો પર થઇ પડી ભારે

પાટણ જિલ્લાનાં રાધનપુરની એક સોસાયટીમાં ઉગ્ર ઝઘડો થતાં સોસાયટીની મહિલાઓએ રણચંડીનું રૂપ ધારણ કર્યું હતું. રાધનપુરની અયોધ્યા નગર સોસાયટીમાં કોઈ સામાન્ય ઝઘડો ભારે ઉગ્ર બનતા મહિલાઓ પુરૂષો સામે મેદાનમાં ઉતરી આવી હતી.

મહત્વનું છે કે ઝઘડો કરવા માટે આવેલા પુરૂષો પર મહિલાઓ જાણે કે રણચંડીની જેમ વરસી પડી હતી. હાથમાં લાકડીઓ અને ધોકા સહિત મહિલાઓએ પુરૂષોની ધોલાઈ કરી નાખી હતી.

આપ અહીં વીડિયોમાં દર્શાવેલા દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે, કેટલીક મહિલાઓ પુરૂષો સામે લાકડીઓ અને ધોકા લઈને સામે જ ધસી પડી છે. કેટલાંક પુરૂષો પાસે ધારિયા જેવા ઘાતક હથિયારો પણ હતાં તેમ છતાં અનેક મહિલાઓ બેખોફ બનીને પુરૂષો પર તૂટી પડી હતી.

મહત્વનું છે કે પાટણ જિલ્લામાં આવેલ રાધનપુરમાં અયોધ્યા નગર નામની સોસાયટી આવેલી છે. ત્યાં અચાનક જ અંદરો અંદર સભ્યો વચ્ચે કોઇક મામલે ઉગ્ર બોલાચાલી થઇ ગઇ હતી. બાદમાં તેઓની વચ્ચે ઝપાઝપી પણ થઇ ગઇ હતી.

જેમાં મહિલાઓએ આગેવાની સાથે રણચંડી બનીને જાહેરમાં લાકડીઓ અને ધોકા સહિત પુરૂષો સામે ટક્કર આપવા આવી જતા એવું લાગ્યું હતું કે જાણે આ કોઇ સોસાયટીનું ફળિયું છે કે મેદાન.

You might also like