PM ની રેલીમાં રૂપિયાની લાલચ આપીને એકત્રિત કરાઇ હતી ભીડ, વિશ્વાસે શેર કર્યો વીડિયો

નવી દિલ્હી: ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં લોકોની ભીડ પૈસા આપીને બોલાવામાં આવ્યા હતા અને એ લોકાને પૂરા પૈસા પણ આપવામાં આવ્યા નથી. આમ આદમી પાર્ટીને નેતા કુમાર વિશ્વાસએ આ આરોપ પીએમ મોદી પર લગાવ્યો છે. એના માટે વિશ્વાસે એક વીડિયોને રી ટ્વિટ કરી છે.

વિશ્વાસે આ વીડિયો 8 માર્ચ એટલે કે મહિલા દિવસના દિવસે શેર કર્યો હતો. વીડિયોની સાથે કુમાર વિશ્વાસે માત્ર વુમમ્સ ડે લખ્યું. હકીકતમાં આ વીડિયોને મનુ આઝાદ નામના વ્યક્તિએ શેર કર્યો હતો. એ વીડિયો સાથે મનુએ લખ્યું કે, ‘પીએમના બનારસ રોડ શો માટે આ મહિલાને 400 રૂપિયા અને સાડી આપીને લાવામાં આવી હતી અને માત્ર 150 રૂપિયા મળ્યા હતા.’

વીડિયોમાં મહિલા રડી રહી છે. એ રડતાં રડતાં પોતાની બનારસી બોલીમાં કહી રહી છે કે એને પૈસા અને સાડીની લાલચ આપીને બોલાવામાં આવી હતી પરંતુ કંઇ આપવામાં આવ્યું નથી. મહિલા જણાવે છે કે એને રંલીમાં જઇને નારા લગાવવા માટે કહેવામાં આવ્યું હતું. એ લાલચના કારણે ચાલી પણ ગઇ પરંતુ પછી એ મહિલા સાથે દગો થયો. મહિલા જણાવે છે કે એને માત્ર 150 રૂપિયા આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે બનારસ પીએમ મોદીનું સંસદીય ક્ષેત્ર છે. તો બીજી બાજુ યૂપીના છેલ્લા તબક્કામાં ચૂંટણી થઇ હતી. પીએમએ ત્યાં ત્રણ દિવસ સુધી પ્રચાર કર્યો હતો. વિપક્ષી પાર્ટીઓએ આ પર પ્રશ્નો પણ ઊભા કર્યા હતા.

You might also like