Categories: Gujarat

ટ્રેનમાં સૂતેલી મહિલાનો સોનાનો દોરો સેરવી લીધો

અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચોરીના બનાવોમાં વધારો થતા રેલવે પોલીસ દ્વારા વારંવાર મુસાફરોને ચાલુ ટ્રેનમાં જાગતા રહેવા અને ધ્યાન રાખવા સૂચના અપાઇ રહી છે પરંતુ મુસાફરોની બેદરકારીનાં કારણે તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે. સોમનાથ-જબલપુર ટ્રેનમાં સૂતાં રહેવાનું એક મહિલાને ભારે પડી ગયું હતું. ચાલુ ટ્રેનમાં મહિલા સૂતી રહી અને તસ્કર ગળામાંથી સોનાનો દોરો તોડી ફરાર થઇ ગય હતો. રેલવે પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રેલવે પોલીસના જણાવ્યા મુજબ રાજય ભવન પબ્લિક સ્કૂલ પાસે આવેલાં પ્રતાપનગરમાં રહેતા સરિતાબહેન નરેશકુમાર અગ્રવાલ (ઉ.વ.૩૩) સોમનાથ-જબલપુર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં મુસાફરી દરમિયાન તેઓ ટ્રેનમાં સૂતાં હતાં ત્યારે કોઇ અજાણી વ્યકિતએ સરિતાબહેનના ગળામાં રહેલો સોનાનો દોરો તોડી ફરાર થઇ ગઇ હતી. સરિતાબહેન જાગ્યાં ત્યારે ગળામાંથી સોનાનો દોરો ન જોતાં આ અંગે રેલવે પોલીસને જાણ કરી હતી.

રેલવે પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશન પર પણ કોઇ અજાણી વ્યકિત મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. આ અંગે પણ રેલવે પોલીસે ગુનો નોંધી મોબાઇલ ચોરની શોધખોળ હાથ ધરી છે.

Krupa

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

1 day ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

1 day ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

1 day ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

1 day ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

1 day ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

1 day ago