VIDEO: રાજકોટમાં CMનાં બંગલે મહિલા દ્વારા વિરોધ કર્યાનો બન્યો બીજો બનાવ

રાજકોટઃ શહેરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં બંગલા પર એક મહિલાએ વિરોધ કર્યો છે. સાસરિયાનાં ત્રાસથી કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ કર્યાને 2 મહિના થતા પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેનાં કારણે હવે મહિલા મુખ્યમંત્રી રૂપાણીનાં ઘર ખાતે ધરણાં કરવા માટે પહોંચી હતી.

આ મહિલા મુખ્યમંત્રીનાં ઘરે પહોંચે તે પહેલાં જ પોલીસે તે મહિલાની અટકાયત કરી લીધી હતી. ત્યારે હવે મુખ્યમંત્રીનાં ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે મુખ્યમંત્રી રૂપાણીનાં બંગલે તે મહિલા વિરોધ કરવાની હતી પરંતુ તે મહિલા મુખ્યમંત્રીનાં બંગલે પહોંચે તે પહેલાં જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.

સમગ્ર ઘટના એવી છે કે તે મહિલાનો એવો આક્ષેપ છે કે પોતાની વિરુદ્ધ જે અત્યાચાર થઇ રહ્યાં છે તેને પોલીસ સાંભળતી નથી અને ઉલ્ટાંની મારી વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે કેમ કે ટૂંક સમયમાં મને સરકારી જોબ મળવાની છે ત્યારે ઉલ્ટી ફરીયાદનાં કારણે મારા ભવિષ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે તેવો મહિલાનો આક્ષેપ હતો.

You might also like