આ મહિલાએ 10 દિવસમાં બે વખત ગર્ભધારણ કર્યું

ઓસ્ટ્રેલિયા મૂળની કેટ હિલને થોડા વર્ષો પહેલાં ડોક્ટરે કહ્યું હતું કે તે ક્યારે પણ ગર્ભધારણ નહીં કરી શકે. પરંતુ કેટે ટ્વિન્સ બાળકીઓને જન્મ આપ્યો છે. સૌથી ચોકાવનારી બાબત એ છે કે કેટે દસ દિવસના અંતરમાં બંને પુત્રીઓનું ગર્ભધારણ કર્યું હતું.

આ પહેલા હિલ ગર્ભધારણ માટે પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ નામના હોર્મોન સંબંધી સમસ્યાનો ઇલાજ કરી રહી હતી. પરંતુ ગર્ભધારણ કરી લીધા બાદ 10 દિવસના અંતરે અસુરક્ષીત યોન સંબંધ બનાવવાને કારણે તેને ફરી ગર્ભધારણ થવાથી ડોક્ટર પણ અચંભામાં પડી ગયા હતા.

ડોક્ટરનું માનીએ તો એવું પણ થઇ શકે છે કે જ્યારે મહિલા બે અંડકોશ તૈયાર કરે અથવા ગર્ભધાન કરેલા ઇંડાના બે ભાગ પડી જાય ત્યારે પણ આવું શક્ય બને છે. કેટની બંને પુત્રીઓ શોર્લેટ અને ઓલિવિયા સ્વસ્થ છે. બંનેનો જન્મ દસ મહિના પહેલાં જ થયો છે. કેટ હિલ જેવા દુનિયામાં અત્યાર સુધી માત્ર દસ કેસ નોંધાયા છે.

visit: sambhaavnews.com

You might also like