સુરત સિવિલ હોસ્પિટલમાં એલિયન જેવું બાળક આવ્યું

સુરત : વલસાડની એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જો કે આ બાળક જન્મજાત હાઇડ્રોસેફાઇલસની બિમારીથી પીડિત હતો. આ બિમારી એટલી વિચિત્ર હોય છે કે બાળકનાં શરીરનો આકાર વિચિત્ર થઇ જાય છે. બાળકનું પ્રાથમિક સારવાર કેન્દ્રમાં 4 મહિના સુધી સારવાર બાદ સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળકનું માથુ બિમારીનાં કારણે સામાન્યથી બે ગણું મોટું થઇ ગયું હતું. જેથી તેને લોકો એલિયન જેવું બાળક જન્મ્યુ હોવાનું કહીને જમાવડો જમાવ્યો હતો.

વલસાડનાં ધરમપુર વિસ્તારનાં પીંડવડ ગામમાં રહેતા જયવંતી બેન ભાવેશભાઇ દળવી પરિવાર સાથે રહે છે. તેણીનાં લગ્નને પાંચ વર્ષનો સમય થયો છે. તેણીને એક ત્રણ વર્ષનો પુત્ર છે. જ્યારે ચાર મહિના પહેલા તેણીએ ધરમપુરનાં આરોગ્ય કેન્દ્રમાં પ્રસવ પીડા ઉપડતા આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા. પ્રેગનેન્સીને હજુ સાતા સાત મહિના જ થયો હોવાથી સીઝર કરીને બાળકને જન્મ આપ્યો હતો. જો કે બાળક જન્મજાત હાઇડ્રોકેફાલસ નામની બીમારીથી પીડિત હતો. આ બિમારી લાખો લોકોમાં એક વ્યક્તિને થતી હોય છે.

જો કે સૌથી મહત્વની બાબત છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં વલસાડથી આવેલી મહિલાને બાળકની સારવાર કરવાની બાળ વિભાગે ના પાડી દીધી હતી. જેથી મહિલાને હાલ ન્યૂરોલોજી અને સર્જરી વિભાગ વચ્ચે ધક્કા ખાઇ રહી છે. જેથી ફરી સિવિલનાં તબીબો માનવતા નેવે મુકીને એક માતા તથા તેનાં બિમાર બાળકને સિવિલનાં સરકારી તંત્રમાં ધક્કા ખાઇ રહી છે. જો કે હજી સુધી સિવિલ તંત્ર દ્વારા આ મહિલાને ન તો કોઇ સાંત્વના અપાઇ છે કે ન તો બાળકને કોઇ સારવાર.

You might also like