VIDEO: લ્યો બોલો! આ મહિલા જાહેરમાં કપડાં પહેર્યા વગર જ કરી રહી હતી યોગ!

અમેરિકાના મેરિલેન્ડ રાજ્યના બાલ્ટિમોરમાં જાહેરમાં યોગ કરી રહેલી મહિલાઓ રસ્તા પરથી તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વાસ્તવમાં આ મહિલાએ કપડાં પહેર્યા ન હતા, તેણે પોતાના શરીર પર પેઇન્ટ કરાવ્યું હતુ અને જાહેરમાં યોગ કરી રહી હતી.

બોડી પેઈન્ટર જેન સેઈડલ અને તેની દીકરી કેનેડીએ મોડેલ અને યોગ એક્સપર્ટ અલી સાથે મળીને આ એક્સપરિમેન્ટ કર્યો હતો. આ લોકો આ એક્સપરિમેન્ટની મદદથી જાણવા માંગતા હતા કે આ જોઇને લોકો શું રિએક્શન આપશે. સેઇડલે આ વીડિયો યૂટ્યૂબ પર પણ શૅર કર્યો છે

અલીના નિપલને પેસ્ટથી અને વજાઈનાના ભાગને બોડી જેવા કલરના નીકરથી ઢંકાડીને તેના પર પેઈન્ટ કર્યો હતો, પેઈન્ટ એવી રીતે કરવામાં આવ્યો હતો કે, સામેવાળાને પહેલી નજર જોવે તો એવું જ લાગે જાણે તેણે ઉપર બ્લૂ કલરની બ્રા અને નીચે બ્લૂ કલરની ફેન્સી લેગિંસ પહેર્યુ હોય.

અલીના આ પેઇન્ટ કરીને રસ્તા પર ચટ્ટાઇ પાથરીને યોગ કરવા લાગી હતી. આસપાસથી પસાર થનારા લોકો તેણે જોઇને ચોંકી ગયા હતા. લોકોના રિએક્શન કેમેરામાં કેપ્ચર કરવામાં આવી રહ્યા હતા.

ત્યાંથી પસાર થતા લોકોને પૂછવામાં આવ્યું કે, શું તેમણે અલીમાં કંઈક ‘અલગ’ નોટિસ કર્યું? મોટાભાગનાને કંઈ અજૂગતું ન લાગ્યું. આખરે એક વ્યક્તિ બોલ્યો કે, ‘તેણે પેઈન્ટ કરેલું છે.’ તેની વાત સાંભળી અન્ય લોકોને ભારે આશ્ચર્ય થયું અને બોડી પેઈન્ટની કલાથી ઈમ્પ્રેસ પણ થયા.

આ પહેલી વખત નથી કે અલીએ બોડી પેઈન્ટ કરાવીને લોકોને આશ્ચર્યમાં મૂક્યા હોય. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ તે આવું કરાવી ચૂકી છે. જે વખતે તે બોડી પેઈન્ટ કરાવીને ડેટ પર ગઈ હતી. પરંતુ તે વખતે અચાનક વરસાદ શરૂ થઈ જતા પેઇન્ટ ધોવાઇ ગયો હતો.

You might also like