RBIએ પૈસા ઉપાડવામાં આપી રાહત, પણ આ શરતો રાખવી પડશે માન્ય

નવી દિલ્હીઃ નોટબંદીના નિર્ણય બાદ કેશની સમસ્યાથી પરેશાન લોકોને સોમવારે એક મોટી રાહત આપવા સાથે બેંકમાંથી પૈસા નિકાળવામાં રાહત આપી છે. RBIએ હાલમા કરેલા નિર્ણય પ્રમાણે હવે લોકો એક સપ્તાહમાં બેંકમાંથી ચેક મારફતે 24,000થી વધારે રૂપિયા નિકાળી શકશે. જો કે 24000થી વધારે રકમ નિકાળવા પર 2000 અને 500ની નોટો પ્રાપ્ત થશે.

નોટબંદીની જાહેરાત બાદ લોકો જૂની નોટો બેંકમા જમા કરાવી રહ્યાં છે. RBIએ આ બધાની વચ્ચે બેંકોમાં જમા કરાવેલી અને બદેલી નોટોના આંકડાની જાહેરાત સોમવારે કરી છે. જે પ્રમાણે 10 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી 8 લાખ 45 હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે અથવા તો જૂની નોટો બદલવામાં આવી છે.

24 હજારથી વધારે પૈસા નિકાળવા પર RBIએ શરત પણ રાખી છે. RBI પ્રમાણે તે જ રકમ નિકાળી શકાશે જે 29 નવેમ્બર પહેલાં ખાતામાં હતી. એટલે કે 29 નવેમ્બર પહેલાં જમા રકમ પર નિકાસન છૂટ આપવામાં આવી હતી. કારણ કે હજી ઘણા લોકોની તપાસ ચાલી રહી છે. હાલ સેલરીની તારીખ નજીક આવી રહી છે ત્યારે RBIએ આ છૂટ આપી છે. નોટબંદી બાદ એક સપ્તાહમાં 24 હજાર રૂપિયા નિકાળવાની સીમા નક્કી કરવામાં આવી છે. ગત રવિવારે RBIએ સ્પષ્ટતા કરી છે કે હવે નાણાની કમી નથી. બેંકો પાસે પૂરતી રકમ છે. સાથે જ  RBIએ જણાવ્યું છે કે લોકોની મુશ્કેલીને દૂર કરવાના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે. સાથે જ જલ્દી પરિસ્થિતી સામાન્ય બની રહેશે.

visit: sambhaavnews.com

You might also like