Categories: Sports

વિમ્બલડન 2016: સાનિયા-હિંગિસની જોડી બીજા રાઉન્ડમાં, જોકોવિચ અપસેટનો શિકાર

નવી દિલ્હી : ભારતની ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિરઝા અને તેની સ્વિસ જોડીદાર માર્ટિના હિંગિસની જોડીએ વિમ્બલડન 2016માં જીત સાથે શરૂઆત કરી છે. સાનિયા અને હિંગિસની જોડીએ ચેમ્પિયન જોડીને શનિવારે પ્રથમ મેચમાં આસાનીથી પરાજય આપ્યો છે. સાનિયા-હિંગિસની જોડીએ 1 કલાક 24 મિનિટ ચાલેલી મેચમાં જર્મનીની જોડીને 6-2, 7-5થી પરાજય આપ્યો છે. સાનિયા-હિંગિસની જોડીનો આગામી મુકાબલો જાપાનની જોડી સામે થશે.

જોકોવિચ અપસેટનો શિકાર બન્યો
વાવરિંકા, મુગુરુઝા બાદ બે વખતનો ભૂતપૂર્વ ચેમ્પિયન જોકોવિચ વિમ્બલડન ગ્રાન્ડસ્લેમની મેન્સ સિંગલ્સની એક મેચમાં અપસેટનો શિકાર બન્યો છે. જોકોવિચ અમેરિકાના ક્વેરી સામે 6-7, 1-6, 6-3, 6-7ના ચાર સેટના સંઘર્ષપૂર્ણ મેચ બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. વિમ્બલડનમાં સતત ત્રણ દિવસથી અપસેટ થઇ રહ્યાં છે. ક્વેરી અને જોકોવિચના મેચ વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી. મેચ સ્થગિત કરવામાં આવી ત્યારે જોકોવિચ બે સેટ હારી ગયો હતો. જોકોવિચનો 2009 પછી કોઇપણ ગ્રાન્ડસ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પ્રથમ પરાજય છે. જોકોવિચ 2009ની ફ્રેન્ચ ઓપનના ત્રીજા રાઉન્ડમાં હાર્યો હતો.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

11 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

11 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

11 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

11 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

12 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

12 hours ago