Categories: Gujarat

પીએમ મોદીએ કહ્યું, હું ફરી આવીશ ગુજરાત, 22મી પછી ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા

આજે ભાટ ગામે ભાજપની ગૌરવયાત્રાનો સમાપન કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભાજપનાં કેન્દ્રીય મંત્રીઓ આ સભામાં હાજર રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ પેજ પ્રમુખ સંમેલનમાં સંબોધન કર્યું.

મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે આજે આ સભામાં ચારેય બાજુ કેસરિયો મહાકુંભ જ દેખાય છે. આ માત્ર પેજ સંમેલન નથી, પરંતુ કેસરીયા મહાકુંભ છે. જનતાને અને પેજ પ્રમુખોને સંબોધન કરતાં જણાવ્યું કે આજે તમે લોકોએ વટ પાડી દીધો છે. હું ભાજપનાં દરેક કાર્યકર્તાઓની તાકાતને જાણું છું. હું ભાજપનાં તમામ સિપાહીને સારી રીતે ઓળખું છું. લોકો જાણે કે ન જાણે પણ હું ભાજપ સિપાહીની તાકાત જાણું છું. અમારા કાર્યકર્તાઓ કોંગ્રેસનાં સમયમાં જેલમાં રહેવા મજબૂર બનતા હતાં. ભૂતકાળમાં કેટ કેટલાય સંકટ અમારા કાર્યકર્તાઓએ સહન કર્યા છે. જેથી ભાજપનાં કાર્યકર્તાઓને આદર પુર્વક નમન કરું છું. મેં મારી જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. ભાજપ નેતાઓએ મને કહ્યું કે તમે અમને તારીખ આપો. લોકતંત્રમાં ચૂંટણી એક યજ્ઞ હોય છે. આથી મેં હજી સુધી આટલી મોટી સંખ્યામાં કાર્યકરોને ક્યારેય નથી જોયા. ઘણા સમય બાદ આજે જુની યાદો પણ તાજી થઇ છે. જ્યારે જ્યારે ચૂંટણી નામનો યજ્ઞ થાય છે, ત્યારે-ત્યારે તેને રોકવાવાળાઓ વિધ્ન નાખે છે. મોદીએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જીત માટે અમિત શાહને મેન ઓફ ધ મેચ ગણાવ્યા છે. નરેન્દ્ર મોદીએ અમિત શાહનાં વખાણ કર્યા છે. હિન્દુસ્તાનમાં ભાજપનો વિજયરથ અમિત શાહે લહેરાવ્યો છે. ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસને તાવ આવે છે. UPમાં લોકસભા અને વિધાનસભામાં જીત માટે અમિત શાહ મેન ઓફ ધ મેચ છે. બલિ ચઢાવવાની હોય ત્યારે કોંગ્રેસ ગુજરાતીઓને આગળ કરે છે.

વડાપ્રધાન મોદીએ ગાંધી પરિવાર પર પણ નિશાન સાધ્યું છે. સરદાર પટેલ અને મણીબહેન પટેલને યાદ કરીને મોદીએ નિશાન સાધ્યું છે. માધવસિંહ, મોરારજી દેસાઇને યાદ કરીને નિશાન સાધતાં જણાવ્યું કે કોંગ્રેસે સરદાર સાથે કેવો વ્યવહાર કર્યો હતો. સરદારની પુત્રી મણીબહેન સાથે કેવો વહેવાર કર્યો. મોરારજી દેસાઇ સાથે પણ કોંગ્રેસનો વ્યવહાર તમને યાદ છે. નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને યાદ કરતાં કહ્યું કે માધવસિંહને પણ કોંગ્રેસે અન્યાય કર્યો છે. ચિઠ્ઠીનાં કારણે માધવસિંહનો ભોગ લેવાયો છે. માધવસિંહ સોલંકી સૌથી વધારે 149 સીટ લાવ્યા હતાં.

નર્મદા યોજનાનું કામ જો કોંગ્રેસે પુર્ણ કર્યુ હોત તો આજે ગુજરાત ક્યાં હોત એ તમને ખબર છે. કોંગ્રેસ સત્તામાં પાલિતાણામાં ડેમ બન્યો પણ કોંગ્રેસે એક પણ કેનાલ ન બનાવી. કોંગ્રેસનાં રાજમાં અનેક યોજના 30-40 વર્ષથી લટકેલી હતી. પરંતુ મેં આ યોજનાઓને શોધી-શોધીને ફરી શરૂ કરી છે. UPA કાર્યકાળનાં 90 ડેમનાં કામ અધુરા પડ્યા છે. પરંતુ અમે કોંગ્રેસનાં અધુરા કામ પુર્ણ કર્યા છે. 13 લાખ કરોડનાં પ્રોજેક્ટ લટકેલા હતાં તે અમારી સરકારે શરૂ કર્યા છે. કોંગ્રેસ પાસે કોઇ મુદ્દો નથી તો વિકાસનો મુદ્દો લઇ આવ્યાં. કોંગ્રેસ ભાજપ પર આરોપ પર આરોપ લગાવી રહી છે. કોંગ્રેસે અમને દલિત-આદિવાસી વિરોધી કહ્યા છે. તેઓએ અમને શહેરી કહ્યાં, ઓબીસી વિરોધી પણ કહ્યાં છે. આજે સૌથી વધારે દલિત-ઓબીસી એમપી ભાજપ પાસે છે. જો કોંગ્રેસની પરિસ્થિતિ સારી હતી તો કેમ કોંગ્રેસનાં નેતાઓએ રાજીનામા આપ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ચેલેન્જ આપી છે. મોદીએ કોંગ્રેસને વિકાસનાં મુદ્દે ચૂંટણી લડવા માટે પણ પડકાર આપ્યો. લોકોને ભ્રમીત કરવાનાં સ્થાને કોંગ્રેસ વિકાસ પર રાજનિતી કરી રહી છે.

જીએસટી અંગેનાં નિર્ણય બધા રાજ્યની સરકાર સાથે મળીને કરે છે. જીએસટીનાં નિર્ણયમાં કોંગ્રેસ પણ ભાગીદાર છે. જીએસટીથી વેપારીને પણ ફાયદો થયો છે. તેમજ જીએસટીથી જો કોઇ ખામી હશે તો અમે દુર કરીશું. આપણો દેશ ઈમાનદારીનાં રસ્તે આગળ વધવા માંગે છે. નોટબંધીને કારણે 3 લાખ કરોડ કાળા નાણાં પાછા આવ્યાં. નોટબંધીને કારણે શેરબજારની ફ્રજી કંપનીઓ પણ પકડાઇ. 2 લાખ 10 હજાર કંપનીને તાળા મારવામાં આવ્યા તો પણ મોદીનાં નામના પૂતળા ન બળ્યાં. 2 લાખ 10 હજાર કંપનીઓને કાળા નાણાંને લઇ સરકારે બંધ કરી. 8મી નવેમ્બરે 5 હજાર બોગસ કંપનીઓએ 4 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યાં. અમારા માટે વિકાસવાદનો જંગ, કોંગ્રેસ માટે વંશવાદનો જંગ છે. પરંતુ વિધાનસભાનાં જંગમાં વિકાસવાદની જીત થશે અને વંશવાદ હારશે.

Dhruv Brahmbhatt

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

2 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

2 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

2 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

3 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

3 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

4 hours ago