VHPનાં પૂર્વ નેતા પ્રવિણ તોગડિયા બનાવશે નવી પાર્ટી, 24 જૂને કરશે જાહેરાત

વિશ્વ હિંદુ પરિષદનાં પૂર્વ નેતા પ્રવિણ તોગડિયાએ રવિવારનાં 27 મેંનાં રોજ એવું નિવેદન આપતા કહ્યું કે તેઓ 24 જૂનનાં રોજ એક નવી પાર્ટી બનાવશે. તેઓએ નિવેદન આપતાં જણાવ્યું કે તોગડિયાએ મોદી સરકારની આલોચના કરી અને તેઓનાં વાયદાઓથી ફરવાનો અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે.

તેઓએ મોદી સરકારનાં પ્રદર્શનને “માઇનસ 25%” જણાવેલ છે. તેઓએ પ્રધાનમંત્રીની વિદેશનીતિને ખરાબ દર્શાવેલ છે. તોગડિયાએ વધુમાં જણાવ્યું કે, “માત્ર મોટા સપના વેચવા એ પૂરતું નથી.”

તેઓએ વધુમાં એમ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (આરએસએસ) અને ભાજપા સાથે જોડાયેલ મોદી સરકારથી નારાજ અને ચકિત છે કેમ કે તેઓ વૈચારિક, સામાજિક-રાજનૈતિક અને આર્થિક મુદ્દાઓ પર કંઇ કરતી દેખાઇ નથી રહી અને કંઇક મામલાઓમાં વાતથી પલટતા પણ નજર આવેલ છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ–ડીઝલનાં ભાવમાં લૂંટ ચલાવતી હોવાંથી ભાવ પણ હાલ આસમાને પહોંચ્યાં છે તેવો પણ આક્ષેપ લગાવી કેન્દ્ર સરકારની નીતિઓ પર વિશ્વ હિંદુ પરિષદનાં પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો.પ્રવિણ તોગડિયાએ આકરાં પ્રહારો કર્યા હતાં.

ડો. પ્રવિણ તોગડિયાએ વધુમાં એમ જણાવ્યું હતું કે, આગામી 24મી જૂનનાં રોજ તેઓ એક નવા સંગઠનની જાહેરાત કરશે. જેમાં દેશભરમાંથી પ્રતિનિધિઓ આવશે. તેમનાં હોદ્દેદારોની જાહેરાત પણ કરવામાં આવશે.

આ સંગઠન ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજીક રીતે કામ કરશે. જ્યારે VHPનો રાજનીતિ પર પ્રભાવ હતો તેમ આ સંગઠનનો પણ હવે રાજનીતિ પર ભારે પ્રભાવ રહેશે.

ડો.પ્રવિણ તોગડિયાએ આ અંગે વધુમાં એમ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ – ડીઝલ પર રૂ.43નો ટેક્સ લે છે. જેનાં લીધે રૂ.30નું પેટ્રોલ રૂ.80 રૂપિયે બજારમાં વેચાય છે. કોઈ પણ ધંધામાં 20 થી 25 ટકા નફો વાજબી માનવામાં આવ્યો છે, પરંતુ આ તો એક પ્રકારની લૂંટ છે.

સરકાર લોકોની સેવા કરવા માટેની સંસ્થા છે નહીં કે પ્રજા પાસેથી નફો વસૂલે. મારી માગ છે કે, કેન્દ્ર રૂ.10 અને રાજ્ય રૂ.10નો ટેક્સ ઘટાડે તો પેટ્રોલ – ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેમ છે.

ડો. તોગડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી 24મી જૂનનાં રોજ તેઓ નવા સંગઠનની જાહેરાત કરશે, જેમાં દેશભરમાંથી પ્રતિનિધિઓ આવશે. તેમનાં હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે.

આ સંગઠન ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજીક રીતે કામ કરશે, જ્યારે વિહિપનો જેમ રાજનીતિ પર પ્રભાવ હતો તેમ આ સંગઠનનો પણ વધુ પ્રભાવ રાજનીતિ પર રહેશે. આ સગંઠનની જાહેરાત ટાંણે આગામી રાજસ્થાન અને મધ્યપ્રદેશના આગામી ચૂંટણીઓ અંગેનો એક્શન પ્લાન પણ જાહેર કરવામાં આવશે.

પ્રવિણ તોગડિયા લાંબા સમયથી બીજેપી અને કેન્દ્ર સરકારની મુલાકાત કરી રહ્યાં હતાં. તાજેતરમાં જ થોડાંક દિવસ પહેલાં તેઓએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ રામ મંદિર માટે “નબળું આંદોલન” શરૂ કરી શકે છે.

જેથી બીજા અન્ય દળોને “હિંદુત્વ વિરોધી” બતાવીને બહુસંખ્યક મત પોતાનાં પક્ષમાં કરી શકાય. સરકારે ન તો કોઇ વિકાસ કર્યો અને ન તો સરકારે છેલ્લાં 4 વર્ષોમાં રામ મંદિરનું નિર્માણ કર્યું.

Dhruv Brahmbhatt

Recent Posts

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

22 mins ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

1 hour ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

3 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

4 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

4 hours ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

5 hours ago