UP, ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે BJP બદલશે હૈદરાબાદનું નામ!

ભાજપના નેતા રાજા સિંહે હૈદરાબાદનું નામ બદલવાને લઇને મોટું નિવેદન આપ્યું છે. રાજાએ કહ્યું છે કે જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો અમે હૈદરાબાદનું નામ બદલી નાંખીશું. તે સિવાય રાજ્યના બીજા શહેરોના નામ બદલવા પર પણ વિચાર કરવામાં આવશે.

ભાજપના નેતા રાજા સિંહે કહ્યું રાજ્યમાં સતા પર આવ્યા બાદ અમારો પહેલો ઉદ્દેશ્ય વિકાસ રહેશે. જ્યારે બીજો હેતુ પ્રદેશના શહેરોનું નામકરણ કરવાનો રહેશે. જેમાં શહેરોનું નામ બદલ તેને તેવું નામ આપવામાં આવશે જેમણે આપાણા દેશ, ધાર્મિકતા તેમજ તેલંગાણા માટે કામ કર્યું છે.

રાજા સિંહે કહ્યું કે 16મી સદીમાં આ વિસ્તારમાં શાસન કરનાર કુતુબ શાહિ દ્વારા ભાગ્યનગરનું નામ બદલી હૈદરાબાદ રાખવામાં આવ્યું હતું. અમે અન્ય શહેરોના નામ બદલવા અંગે પણ વિચાર કરીશું જેમાં મુખ્ય સિકંદરાબાદ તેમજ કરીમનગરનો સમાવેશ થાય છે.

રાજા સિંહે ગુરૂવારે એઆઇએમઆઇએમ અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસીએ આપેલા ભાજપા અધ્યક્ષ અમિત શાહને એક ‘મુસ્લિમ મુક્ત’ ભારત ઇચ્છનારા આપેલા નિવેદનનો પણ જવાબ આપ્યો હતો. તેલંગાણામાં 7 ડિસેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી યોજાશે.

You might also like