શું તમે પણ smartphone ને સાથે લઇને સુવો છો? તો થઇ જાવ સાવધાન

શું તમે તમારા સ્માર્ટફોનને બાજુમાં રાખીને સૂવો છો? એ વાત તો સ્પષ્ટ છે કે આજકાલ ઘણા બધાને સ્માર્ટફોનની ટેવ પડી ગઇ છે. આપણને દરેક લોકોને ફોનની એવી લત લાગી ગઇ છે કે જેનાથઈ સરળતાથી છુટકારો મેળવવો મુશ્કેલ છે. આપણે આપણાં મિત્રો વગર રહી શકીએ છીએ પરંતુ મોબાઇલ ફોન વગર રહી શકતાં નથી. તો રાતે પણ આપણે આપણો ફોન લઇને જ સુવાનું પસંદ કરીએ છીએ. પરંતુ શુ તમને ખબર છે રાતે સૂતી વખતે પલંગ પર ફોન રાખવો અથવા એને લઇને સુવાનું ઘણું નુકસાનકારક છે.

તમારા લોકોમાંથી ગણા બધા આ વાત પર વિશ્વાસ નહીં કરે પરંતુ આ એક હકીકત છે કે મોબાઇલ ફોનને લઇને સુવાથી સવારે માથું ભારે લાગે છે અને સુસ્ત મહેસૂસ થાય છે. જો તમે તમારા તકિયાની નીચે ફોન રાખો છો તો તમારે આ ખરાબ આદતને આજે જ ખતમ કરી દેવી જોઇએ. ચલો તો આજે અમે તમને એના નુસાન માટે જણાવીએ છીએ.

1. વિદ્યુત ચુંબકીય વિકિરણનો હાનિકારક સંપર્ક
તમે આ વાત સારી રીતે જાણતાં હશો કે મોબાઇલ ફોનમાં સતત વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જન થાય છે. એ જ વિકિરણોથી મોબાઇલ સિગ્નલ પકડાય છે. તો તમે કોઇ પણ પ્રકારની માનસિરક બિમારીથી હેરાન થવા માંગતા નથી તો એવામાં તમે તમારા સ્માર્ટફોનને પોતાનાથી દૂર રાખો.

2. ઊંઘથી જોડાયેલી સમસ્યા
આપણાં માંથી ઘણા લોકો રાતના સમયે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને સારી ઊંઘ લઇ શકતાં નથી. પરંતુ શું તમને ખબર છે કે આ તમારું મોડું સુવાનું કારણ હોઇ શકે છે. તમારા ફોનમાંથી નિકળતી લાઇટ તમારી આંખો અને ઊંઘ બંનેને પ્રભાવિત કરે છે. એટલા માટે રાતે સુવાના સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની જગ્યાએ સારું રહેશે કે તમે કોઇ બુક વાંચો.

3. સુસ્ત સવાર
મોડા સુવાથી અપૂરતી ઊંઘ પણ આપણા માટે હાનિકારક છે. ફોનમાંથી નિકળતી લાઇટ સ્લીપ હોર્મોનના સ્ત્રાવને રોકે છે. જેનાથી આપણી ઊંઘ ખરાબ થઇ જાય છે. એની સાથે સતત સિગ્નલના સંપર્કથી આપણી ઊંઘ પણ તૂટી જાય છે. અપૂરતી ઊંઘ આવવાને કારણે આપણે આરામ કરી શકતાં નથી. જેના કારણે એની અસર માથા પર રહે છે. એની અસર આખો દિવસ રહે છે.

ટેકનોલોજી આપણા સારા માટે બનાવવામાં આવી છે. પરંતુ એનો વધારે પડતો ઉપયોગ આપણાં માટે ખથરનાક સાબિત થઇ શકે છે.

visit: http://sambhaavnews.com/

You might also like