વરરાજા ઘોડી પર જ કેમ લગ્ન કરવા જાય છે? જાણો 5 ચોકાવનારા કારણો

0 1

લગ્ન પ્રસંગે ઘોડીની માંગ ખૂબ જ વધી જાય છે. કારણકે વરરાજા ઘોડી પર જ લગ્ન કરવા જાય છે. ઘોડી પર ચઢવાનો રીવાજ પૂરો કર્યા વગર લગ્નના સાત ફેરની વિધી પૂર્ણ નથી ગણતી, કારણકે તેના વગર વરરાજાને લગ્ન કરવા લાયક નથી ગણાતો. એટલે કે ઘોડી પર ચઢવું તે માત્ર એક રિવાજ નથી, પરંતુ લગ્ન પછી એ ખાસ વસ્તુઓને પરખવાની રીત છે. જેમાં વૈવાહિક જીવનની ગાડીને આગળ વધારવાની હોય છે.

મોટા ભાગના લોકો ઘોડી પર ચઢવાના રિવાજને ધાર્મિક કારણ સાથે જોડે છે. તો તમને જણાવી દઇએ કે તેની પાછળ કોઇ જ ધાર્મિક કારણ જોડાયેલું નથી. તે વરરાજાની સ્વાસ્થ્ય સંબંધિત બાબતોને પરખવાનું એક માધ્યમ છે. તેનાથી ખ્યાલ આવે છે કે વરરાજા વાસ્તવિક રીતે લગ્નને લાયક છે. ઘોડી પર સવારી કરવાથી વરરાજાની એ ક્ષમતાને પણ જાણી શકાય છે કે તે લગ્ન બાદ વૈવાહિક જીવનને યોગ્ય રીતે નિભાવી શકશે કે નહીં.

ઘોડી પર ચઢવા પાછળ એક માન્યતા એ પણ છે કે ઘોડી એક ચતુર અને સ્ફૂર્તીલુ પ્રાણી છે. તેની સવારી સ્વસ્થ વ્યક્તિ જ કરી શકે છે. ઘોડીની લગામને પકડી રાખવી તે દર્શાવે છે કે વરરાજા પરિવારની જવાબદારીને પણ સંભાળી શકશે. ઘોડી પર ચઢવા સાથે એવી પણ માન્યતા છે કે વરરાજા પત્નીના ચંચળ મનને પ્રેમ અને સયંમથી કાબુમાં રાખી શકશે.એક માન્યતા એવી પણ છે કે તે વરરાજાના સાહને પણ દર્શાવે છે. જે પત્નીની સુરક્ષાની જવાબદારીને નિભાવવાની ક્ષમતા વ્યક્ત કરે છે.

visit: sambhaavnews.com

 

loading...

Leave A Reply

Your email address will not be published.