શું તમે જાણો છો કે કેમ મહિલાઓનાં શર્ટનાં બટન હોય છે ડાબી બાજુ?

શું આપે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે મહિલાઓનાં કપડાઓમાં બટન કેમ ડાબી તરફ અને પુરૂષોનાં કપડાંઓમાં બટન જમણી બાજુ જ લાગેલા હોય છે? તો આજે અમે આપની સમક્ષ એ વાતને લઇ ખુલાસો કરીશું કે આ કોઇ એક ફેશન નથી પરંતુ આ તો 1850થી ચાલતી આવે છે. જો કે હવે આનું કોઇ પ્રાસંગિક કારણ નથી રહ્યું. પરંતુ આવું વિચારીને કરવામાં આવ્યું હતું. પરંતુ આની વિશે આપને લગભગ જ માલૂમ હશે ત્યારે અમે આજે તમને જણાવીશું કે શું છે આની પાછળની હકીકત…

માતૃત્વઃ
એક સિદ્ધાંત અનુસાર જોઇએ તો જે મહિલાઓ રાઇટ-હેન્ડેટ હોય છે તે જ્યારે દૂધ પીવડાવે છે તેવાં સમયે તે પોતાનાં બાળકને ડાબા હાથથી પકડે છે. તેવાં સમયે તેઓને સીધા હાથથી બટન ખોલવામાં સરળતા રહે છે. જેથી માતાને બાળકને સ્તનપાન કરાવવામાં પણ સરળતા રહે છે.

ધી સ્ટાફઃ
બીજું કે પહેલા હાઇ પ્રોફાઇલ મહિલાઓ ખુદ જાતે કપડાંઓ ન હોતી પહેરતી એટલે કે તેઓની નોકરાણી તેમને કપડાં પહેરાવતી હતી. ડાબી તરફ બટન હોવાને લઇને તેઓને બટન બંધ કરવામાં સરળતા રહેતી હતી. આવું મહિલાઓનાં કપડાંઓને પુરૂષોનાં કપડાંથી અલગ દેખાડવા માટે પણ કરવામાં આવ્યું હોઇ શકે. કેમ કે ધીરે-ધીરે મહિલાઓએ પુરૂષોનાં કપડાંઓ પણ પહેરવાની શરૂઆત કરી લીધી હતી. જેવાં કે શર્ટ, પેન્ટ…

યુરોપની ઔદ્યોગિક ક્રાંતિથી શરૂઆતઃ
અગત્યની બાબત છે કે મહિલાઓનાં શર્ટ કે એવાં કપડાં કે જેમાં બટન લગાવવાની શરૂઆત થઇ હોય તેની શરૂઆત લગભગ યુરોપની ઔદ્યોગિક ક્રાંતિ વખતે કરાઇ હતી. એવાં સમયે લગભગ આ પરંપરાની શરૂઆત થઇ હતી. જો કે બાદમાં મહિલાઓ માટે આ પરંપરા એક ટ્રેન્ડ એટલે કે એક ફેશન બની ગઇ. ત્યારથી લઇને અત્યાર સુધીની આ 21મી સદીમાં પણ મહિલાઓનાં શર્ટનાં બટન ડાબી બાજુએ ટાંકવામાં આવે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222798,222799,222800,222801"] ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે…

31 mins ago

સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને…

2 hours ago

મોબાઇલ પર રેલવેની જનરલ ટિકિટનું બુકિંગ આજથી શરૂ

પટણા: પૂૂર્વ-મધ્ય રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર ઊભાં રહેવું પડતું હતું.…

2 hours ago

કોહલીને ‘0’, મીરાંને ‘44’ પોઇન્ટ પર ખેલરત્ન, 80 પોઇન્ટ હોવા છતાં બજરંગ-વિનેશને ‘ઠેંગો’!

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા રમત પુરસ્કાર એટલે કે 'રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર' માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરાઈ છે. આ…

2 hours ago

રાજ્યમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, રાજસ્થાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં સર્જાયું લો-પ્રેશર

અમદાવાદ: દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ હવાનું દબાણ સર્જાતાં રાજ્યના અમરેલી અને અરવલ્લી જિલ્લામાં સતત મેઘમહેર થઇ રહી છે.…

3 hours ago

હવે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું મર્જર સંખ્યા ઘટાડીને 56માંથી 36 કરાશે

નવી દિલ્હી: સરકાર હવે જાહેર ક્ષેત્રની બેન્કો સાથે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોના (આરઆરબી)ના મર્જરની પણ પ્રક્રિયા શરૂ કરવા જઇ રહી છે.…

4 hours ago