ચાંદીપુર બીચ પર જોઇ શકો છો દર 5 મિનીટે બદલાતા દરિયાનો અદ્દભૂત નજારો…

દુનિયાના સૌથી અલગ બીચની યાદીમાં સામેલ છે ચાંદીપુર ઓફબીટ ડેસ્ટિનેશન. જે ઓડિશાના બાલાસોર જિલ્લામાં આવેલ છે. ચાંદીપુર બીચ એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં દિવસમાં એક નહીં પણ બે વખત અદ્દભૂત નજારોને જોઇ શકાય છે અને કેમેરામાં કેદ પણ કરી શકાશે.


એક મિનિટમાં દરિયાનું પાણી બિલકુલ નીચે ચાલ્યું જાય છે તો બીજી મિનીટે જોતા એવું લાગે છે કે અહીં પૂર આવી ગયું. જે સમુદ્રમાં આવતા ટાઇડના કારણે થાય છે. એક ખાસ વાત એ પણ છે કે દરિયાના બીચ પર આમ તો ગરમીની સીઝનમાં જ જવાનું પસંદ કરતાં હોય છે લોકો પરંતુ અહીં મોનસૂન તેમજ શરદીઓની સીઝનમાં પણ જઇ શકાય છે.


દુનિયાના ખાસ અનોખા બીચમાં સામેલ ચાંદીપુર ઓડીશાનો એક અદ્દભૂત બીચ છે. પૂર્વમાં બંગાળની ખાડી અને પશ્ચિમમાં મયૂરભંજનો વિસ્તાર આવે છે જ્યારે ઉત્તરમાં બંગાળના મેદનીપુર જિલ્લો આવ્યો છે. અહીં ચાલવાની અલગ મજા છે જેનું કારણ છે અહીં પાણીનું સ્તર ઘૂંટણ સુધી જ હોય છે.


જ્યારે ચાંદીપુર મિસાઇલ પ્રક્ષેપણ કેન્દ્ર તરીકે પણ મશહૂર છે. જેની સ્થાપના 1989માં કરવામાં આવી હતી. દરિયાની અંદર બે થી ત્રણ કિલોમીટર ચાલવાથી ચારેબાજુ દૂર-દૂર સુધી દરિયો જોવા મળે છે. ચારેબાજુ ફેલાયેલા દરિયાના કારણે મનને શાંતિ સાથે સુકુનનો અહેસાસ થાય છે.

ચાંદીપુરમાં કોઇ એરપોર્ટ નથી. જેને કારણે તમારે કોલકાતાના ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા ભૂવનેશ્વરના એરપોર્ટ સુધી ફલાઇટમાં જવુ પડશે. અહીં તમે ટેક્સી દ્વારા સરળતાથી ચાંદીપુર સુધી પહોંચી શકશો. જ્યારે કોઇ રેલવે સ્ટેશન પર ન હોવાથી તમારે બાલાસર સુધી ટ્રેનમાં આવવું પડશે. બાલાસરથી 17 કિમી ચાંદીપુર દૂર છે.

divyesh

Recent Posts

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના ચૂંટણીલક્ષી બજેટની તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદ: મ્યુુનિસિપલ કોર્પોરેશનના વહીવટી સત્તાવાળાઓએ ચાલુ વર્ષ ર૦૧૮-૧૯નું રૂ.૬પ૦૦ કરોડનું ડ્રાફટ બજેટ તૈયાર કર્યું હતું. હવે આગામી તા.૧ એપ્રિલ, ર૦૧૯થી…

20 hours ago

આગામી સપ્તાહમાં હડતાળથી પોસ્ટ ઓફિસનાં કામકાજ થઈ જશે ઠપ

અમદાવાદ: શહેર અને જિલ્લાની પોસ્ટ ઓફિસોના હજારથી વધુ ગ્રામીણ ડાક સેવકના કર્મીઓએ ૧૮ ડિસેમ્બરે જાહેર કરાયેલી હડતાળમાં જોડાવાનું એલાન કરતાં…

20 hours ago

ચૂંટણી પરિણામો પહેલાં દિલ્હીમાં વિપક્ષો દ્વારા ‘મહાગઠબંધન’નું રણશિંગું

નવી દિલ્હી: પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવતી કાલે મંગળવારે જાહેર થવાનાં છે ત્યારે વિપક્ષી દળોએ અત્યારથી જ ર૦૧૯ની લોકસભા…

21 hours ago

ચૂંટણી સમયે ‘હિન્દુ હિતેચ્છુ’ બનતા શાસકોના બેવડા ચહેરા

અમદાવાદ: ગઈ કાલે અમરાઈવાડી વિસ્તારમાં રામમંદિર નિર્માણ મુદ્દે યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભામાં મ્યુનિસિપલ ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર કક્ષાના કેટલાક…

22 hours ago

RTOના લાઈસન્સ વિભાગમાં સર્વરનાં ધાંધિયાંઃ લોકો પરેશાન

અમદાવાદ: રાજ્ય સરકારના કોઈ પણ પ્રકારના પરિપત્ર કે જાહેરાત વગર આરટીઓ વિભાગે ઓનલાઇન પેમેન્ટ ફરજિયાત કરી દેતાં વાહન લાઇસન્સ માટે…

22 hours ago

મેટ્રો રેલથી ઊબડખાબડ રસ્તા હવે રિપેર થશેઃ મ્યુનિ. તંત્ર તૈયાર

અમદાવાદ: શહેરમાં ચાલુ વર્ષે રૂ.૩પ૦ કરોડના રોડ રિસરફેસીંગના કામ મંજૂર થયા હોવા છતાં આજે પણ આ કામોએ ગતિ પકડી નથી.…

22 hours ago