‘ભારત બંધ’માં કોણ કોંગ્રેસની સાથે રહ્યું અને કોણે દૂર રહ્યું?

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના સળગતા ભાવવધારા અને ડોલરની સામે રૂપિયાના સતત ઘટતા જતા મૂલ્ય જેવા મુદ્દાઓ પર કોંગ્રેસે ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, ૨૧ વિપક્ષી દળો અને ટોચનાં વ્યાપાર સંગઠનોએ તેમનો ટેકો જાહેર કર્યો છે.

કોંગ્રેસના ભારત બંધનું સમર્થન કરનારાઓમાં શરદ પવારની એનસીપી, ડીએમકે, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાનો પક્ષ જનતાદળ (એસ), રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે), શરદ યાદવની લોકતાંત્રિક જનતાદળ, આરજેડી, હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ), બીએસપી, સીપીઆઈ, સીપીએમ, પીડબલ્યુપી, શેતકરી કામગાર પાર્ટી, આરપીઆઈ (જોગેન્દ્ર કવાડે જૂથ) અને રાજ શેટ્ટીની સ્વાભિમાની શેતકરી પાર્ટીનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી), નવીન પટનાયકની બીજુ જનતાદળ (બીજેડી), મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સહયોગી શિવસેના, નીતીશકુમારનું જનતાદળ (યુ) અને દિલ્હીમાં સત્તાસ્થાને રહેલી આમ આદમી પાર્ટી (આપ)એ આ બંધનો વિરોધ કરીને તેનાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.

મમતા બેનરજીએ સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસે જે મુદ્દાઓ પર ભારત બંધનું એલાન આપ્યું છે એ મુદ્દાઓનું ટીએમસી સમર્થન કરે છે, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની હડતાળ કે બંધના વિરોધમાં છે.

આમ આદમી પાર્ટીએ પણ સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે, ભારત બંધના મુદ્દાઓ યોગ્ય છે, પણ કોંગ્રેસને પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મુદ્દે બંધનું એલાન કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. સમાજવાદી પાર્ટી (સપા)એ પણ સમગ્ર ઉત્તરપ્રદેશમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં કરવાનું જાહેર કર્યું છે. સપાએ આજે લખનૌમાં મળનારી પક્ષની જિલ્લા અને મહાનગર અધ્યક્ષો અને મહાસચિવોની બેઠક પણ રદ્દ કરી છે.

divyesh

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

12 hours ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

13 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

14 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

15 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

16 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

17 hours ago