2 પ્લેન આવી ગયાં સામ-સામે અને લોકોનાં જીવ ચોંટ્યાં તાળવે

ઇંડિગો એરવેઝનાં બે વિમાનોમાં બેઠેલા મુસાફરોનો જીવ એવાં સમયે તાળવે ચોંટી ગયો હતો કે જ્યારે બે વિમાન આમને સામને આવી ગયાં. ભગવાનનો આભાર કે કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક મોટી દુર્ઘટના થતાં-થતાં અટકી ગઇ કે જ્યારે ઇંડિગોનાં બે વિમાન આમને-સામને આવી ગયાં પરંતુ ખરા સમયે જ સતર્કતા રાખવાને કારણે વિમાનોનો માર્ગ બદલી દેવામાં આવ્યો અને એક મોટી દુર્ઘટના ટળી ગઇ.

આમાંથી એક વિમાનનું સંચાલન કોઇમ્બતૂર-હૈદરાબાદની વચ્ચે હતું અને બીજું બેંગલુરૂ-કોચ્ચિની વચ્ચે. આ દુર્ઘટના મંગળવારનાં રોજ ટાળી દેવામાં આવી. જેનાં વિશે ગુરૂવારનાં રોજ નિવેદન રજૂ કરીને જાણકારી આપવામાં આવી.

એર ટ્રાફિક કંટ્રોલર (ATC)એ ઇંડિગોની ઉડાન સંખ્યા 6E 779 થી 36,000 ફૂટની ઉંચાઇ પર ઉડાણ ભરવા માટે કહ્યું હતું. જ્યારે ઉડાણ સંખ્યા 6E 6505 થી 28,000 ફૂટની ઉંચાઇ પર ઉડાડવા માટે કહેવામાં આવ્યું હતું.

જો કે બંને વિમાન તે સમયે આમને સામને આવી ગયાં હતાં. જ્યારે 6E 779 હવામાં 27,300 ફૂટની ઉંચાઇ પર અને ઉડાણ સંખ્યા 6E 6505 આકાશમાં 27,500 ફૂટની ઉંચાઇ પર હતું. બંને વિમાનોની વચ્ચે માત્ર 4 માઇલની દૂરી નક્કી થઇ હતી .

વર્ટિકલ દ્રષ્ટિથી એની વચ્ચે માત્ર 200 ફૂટનું અંતર હતું. ત્યાર બાદ ટ્રાફિક એલર્ટ અને કોલિજન અવૉડેંસ સિસ્ટમ (TCAS)ને એક્ટીવેટ કર્યું કે જેનાંથી એક મોટી દુર્ઘટનાને ટાળવામાં આવી. વિમાન કંપનીની તરફથી હજી સુધી કોઇ જ અધિકારીક નિવેદન રજૂ કરવામાં આવ્યું નથી.

You might also like