IPLમાં જ્યારે દિલ્હીની ટીમ આઠમા નંબરે રહે છે ત્યારે જાણો કઇ ટીમ જીતે છે…!

મુંબઈઃ આઇપીએલની ૧૧મી સિઝનની પ્લેઓફમાં પહોંચનારી ચારેય ટીમ નક્કી થઈ ગઈ છે. પ્લેઓફમાં ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ દિલ્હી સામે હારી જતા પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ.

આઇપીએલના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો જ્યારે પણ દિલ્હી ડેરડેવિલ્સની ટીમ પોઇન્ટ ટેબલમાં આઠમા નંબર પર રહી છે ત્યારે બીજા નંબર પર રહેનારી ટીમે આઇપીએલનો ખિતાબ જીત્યો છે. આ વખતે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ છે. હવે જોવાનું એ રહે છે કે આઇપીએલની ૧૧મી સિઝનમાં કોણ ચેમ્પિયન બને છે.

આઇપીએલના પ્લે ઓફ મુકાબલા આવતી કાલે રાત્રે ૭.૦૦ વાગ્યાથી શરૂ થશે. પહેલી ક્વોલિફાયર મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે, જ્યારે ૨૩ મેએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પ્લે ઓફની બીજી મેચ રમાશે. આ મેચમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે.

You might also like