Whatsappએ લોન્ચ કર્યું ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર, જાણો આ છે તેની રીત…

Whatsappએ પોતાનાં યૂઝર્સને માટે એક ખાસ ફીચર રજૂ કર્યું છે. હવે યૂઝર આનો ઉપયોગ કરી શકશે. આ ફીચરને એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે લાઇવ કરી દેવામાં આવેલ છે. ગ્રુપ કોલિંગમાં એક વખતે વધારેમાં વધારે 4 લોકો ભાગ લઇ શકે છે. એટલે કે એક સાથે 4 લોકો ગ્રુપ કોલ કરી શકે છે.

Whatsapp પર યૂઝર દરરોજ 2 બિલિયન મિનીટ કોલિંગ કરે છે. એવામાં નવા ગ્રુપ કોલિંગ ફીચરને લઇને માંગ ઘણાં દિવસોથી હતી. Whatsapp પર વીડિયો કોલની સુવિધા 2016થી હાજર છે પરંતુ માત્ર 2 લોકો જ આમાં ભાગ લઇ શકતા હતાં. મતલબ કે એક કોલ કરવાવાળો અને બીજો તે કે જેણે કોલ કર્યો છે.

હવે Whatsapp આઇઓએસ અને એન્ડ્રોઇડ એપ પર યૂઝર ગ્રુપ વીડિયો કોલિંગનો લાભ ઉઠાવી શકશો. કંપનીએ જાણકારી આપતા કહ્યું કે, Whatsapp ગ્રુપ કોલિંગમાં 4 લોકો ભાગ લઇ શકશે. Whatsappનો એવો દાવો છે કે નવું ફીચર નબળું નેટવર્ક હોવાં પર પણ સારું એવું કામ કરશે. આ મેસેજિંગ એપથી ચેટની જેમ ગ્રુપ કોલિંગ પણ સંપૂર્ણ રીતે ઇનક્રિપ્ટેડ રહેશે.

આવી રીતે કરી શકશો ગ્રુપ વીડિયો કોલિંગ:
ગ્રુપ કોલને માટે આપે સૌથી પહેલાં Whatsappમાં વીડિયો અથવા તો વોઇસ કોલ શરૂ કરવાનું રહેશે. ત્યાર બાદ આપણે ટોપમાં ડાબી બાજુએ એક બટન નજર આવશે. અહીંથી જ બીજા વધુ યૂઝરને કોલમાં જોડી શકાશે. આપ જેવાં કોઇની સાથે કોલમાં કનેક્ટ થશો કે તુરંત જ આપણે ટોપમાં જમણી બાજુએ એડ પર્સનનો વિકલ્પ નજર આવશે. ત્યાર બાદ જો ત્રીજો યૂઝર પણ જો કોલને એક્સેપ્ટ કરી લે છે તો બંને નામો કૉમા સાથે નજર આવશે.

આપ ગ્રુપ વીડિયો અથવા વોઇસ કોલ દરમ્યાન કુલ 4 લોકોને જોડી શકશો. ધ્યાનમાં રહે કે આ ફીચરને ઉપયોગ કરવા પર આપે ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપ્પલ એપ સ્ટોર દ્વારા Whatsapp એપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવાનું રહેશે.

You might also like