WhatsAppમાં ડિલીટ થયેલા ફોટો, વીડિયો અને ઑડિયો ફરી કરી શકાશે ડાઉનલોડ

જો તમે વિચારી રહ્યા છો કે, WhatsApp પર ડિલીઝ થયેલો ડેટા પાછો મળી જાય તો કેટલું સારું? તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે. WhatsApp પોતાના યૂઝર્સ માટે એક નવું ફિચર લોન્ચ કરવા જઇ રહ્યુ છે, જેની મદદથી ડિલીટ થયેલા ફોટો, વીડિયો અને મેસેજ પણ ડાઉનલોડ કરી શકાશે.

તમને જણાવી દઇએ કે, આ પહેલા કંપની WhatsApp એપ પર શૅર કરવામાં આવેલા ફોટો, GIFs,વીડિયો, ડૉક્યુમેન્ટ, ઑડિયો ક્લિપ વગેરે પોતાના સર્વર પર 30 દિવસો સુધી સ્ટોર રાખે છે, પરંતુ થોડા દિવસ પહેલા જ WhatsAppએ આ કરવાનું બંધ કરી દીધુ, હવે કંપનીએ ફરી એક વખત સર્વર પર ડેટા સ્ટોર કરવાનું શરૂ કરી દીધું છે. જોકે હવે માત્ર મીડિયા ફાઇલ જ ડાઉનલોડ કરી શકાશે, ટેક્સ્ટ મેસેજ નહી.

આ રીતે WhatsAppમાં ડાઉનલોડ કરો ડિલીટ થયેલો ડેટા:

WhatsApp એન્ડ્રોઇડ એપના 2.18.113 પર આ ફિચર આપવામાં આવ્યું છે. આ પહેલા સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાંથી ગૂગલ પ્લે સ્ટોર પર જઇને એપને અપડેટ કરો. જોકે આ ફિચરનો લાભ હાલમાં એન્ડ્રોઇડ યૂઝર્સને જ મળશે, જ્યારે આ ફિચર માટે iOS યૂઝર્સને હજુ વધારે રાહ જોવી પડશે.

જો યૂઝર્સ ડિલીટ થયેલા ફોટો, વીડિયો અને ઑડિયો ફાઇલ ફરી ડાઉનલોડ કરવા ઇચ્છે છે તો તમે ચેટમાં જાઓ જ્યાંથી તમે મીડિયા ફાઇલને ડાઉનલોડ કરવા ઇચ્છો છો. હવે તે યૂઝરના નામ પર ટેપ કરો. હવે ઠીક નીચે Media લખેલું હશે, હવે જે ફાઇલને તમે ડાઉનલોડ કરવા ઇચ્છો છો, તેના પર ક્લિક કરીને ડાઉનલોડ કરો. તમને જણાવી દઇએ કે, તમે 2 મહિના પહેલા ડિલીટ કરેલા ડેટાને પણ ડાઉનલોડ કરી શકો છો.

દાખલા તરીકે, માની લો તમારા ફ્રેન્ડનું નામ XYZ છે અને તેની ચેટમાંથી તમે ડિલીટ કરેલા ફોટો અને વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છો છો તો તમે XYZના ચેટ પર જઇને તેના નામ પર ટેપ કરો, ત્યાં ઠીક નીચે મીડિયા ફાઇલ્સ જોવા મળશે.

You might also like