ખુશ ખબર : Whatsapp નું આ ફિચર બદલી નાખશે યુઝર્સની દુનિયા, મળશે આ લાભ

દુનિયાની સૌથી લોકપ્રિય મેસેંજિમગ એપ Whatsapp ટૂંક સમયમાં વધુ એક એવો ફિચર લઇને આવી રહ્યું છે. જે તેના યુઝર્સની દુનિયાને સંપૂર્ણપણે બદલી શકે છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર Whatsapp ટૂંક સમયમાં ગ્રુપ વીડિયો કોલિંગનું ફિચર લોન્ચ કરી શકે છે. આ ફિચરમાં યુઝર્સ 3 અન્ય યુઝર્સની સાથે મળી ગ્રુપમાં વીડિયો કોલીગ કરી શકશે.

માહિતી મુજબ, જણાવામાં આવી રહ્યું છે કે, Whatsappની આ સુવિધા સૌથી પહેલા એન્ડ્રોઇડ પર આવશે. જો કે, તે અસ્પષ્ટ થઇ શક્યો નથી કે શું ગ્રુપ વીડિયો કોલિંગ વિન્ડોઝ 10 મોબાઇલ અને આઇઓએસને સપોર્ટ કરશે કે નહી.

WABetaInfo ના જણાવ્યા મુજબ, Whatsapp નું વીડિયો ફિચર સૌથી પહેલા એન્ડ્રોઇડ વર્જન 2.18.39 માટે લોન્ચ કરવામાં આવશે. જ્યારે એક વાર આ ફિચર લોન્ચ થઈ જશે તે પછી, Whatsapp યુઝર્સ એક વીડિયો કોલ પર ત્રણ લોકોને સામેલ કરી અને ચેટ કરી શકશે. આ પ્રમાણે કુલ ચાર લોકો એકબીજા સાથે વાતચીત કરી શકશે.

You might also like