WhatsApp Update: કોલ બેક અને ZIP ફાઇલ શેરિંગ ફિચર થશે ADD

નવી દિલ્હી: દુનિયાની સૌથી વધુ યૂઝ કરવામાં આવનાર ઇન્સ્ટંટ મેસેજિંગ એપ વોટ્સઅપે તાજેતરમાં જ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનથી ચેટરને સિક્યોર કરવાનું ફિચર આપ્યું છે. હવે કંપની પોતાના નવા અપડેટમાં ખાસ ફિચર એડ કરવાની તૈયારીમાં છે.

કોલ બેક અને વોઇસમેલ
ફોન રડારના એક રિપોર્ટ અનુસાર એન્ડ્રોઇડ અને iOSને આપવામાં આવનાર અપડેટમાં કોલ બેક ફિચર આપવામાં આવ્યું છે. તેના માધ્યમથી એપ્સ ખોલ્યા વિના મિસ કોલનો જવાબ આપી શકાય છે. આ સાથે જ iOS માટે વોઇસમેલ ફિચર પણ એડ કરવામાં આવ્યું છે.

Zip Files શેર કરવાનું ઓપ્શન
તમને જણાવી દઇએ કે એક અપડેટમાં વોટ્સઅપમાં પીડીએફ ફાઇલ શેરિંગ ફિચર્સ આપવામાં આવ્યું હતું. તાજેતરના અપડેટ બાદ હવે યૂજર્સ વોટ્સઅપના માધ્યમથી કંપ્રેસ્ડ ફાઇલ એટલે કે Zip Files શેર કરી શકે છે.

હાલમાં કંપની એ જણાવ્યું નથી કે આ અપડેટને યૂજર્સ માટે ક્યારે લોન્ચ કરવામાં આવશે. ગત વર્ષના અંતમાં એક સ્ક્રિન શોટ લીક થયો હતો જેમાં વીડિયો કોલિંગનું ફિચર દેખાઇ રહ્યું હતું. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કંપની આગામી સમયમાં વીડિયો કોલિંગ ફિચર્સ પણ આપી શકે છે.

You might also like