Categories: Tech

Whatsapp પર હવે આવી રીતે દેખાશે You Tube Video

નવી દિલ્હી: હાલમાં દેશભરમાં સૌથી વધુ ચેટિંગ માટે ઉપયોગ થતી એપ્લીકેશ whatsapp છે. whatsapp માં સમયાંતરે નવા નવા ફીચર્સ આવતાં રહે છે. જેનાથી ગ્રાહકો લાભ ઉઠાવી શકે છે. ઓડિયો કોલ, વિડિયો કોલ, એક સાથે 30 ફોટો સેન્ડ કરી શકાય, સ્ટોરી સ્ટેટસ મૂકી શકાય. દુનિયાભરમાં લગભગ 1 બિલીયનથી વધુ યૂઝર એક્ટિવ છે અને 42 બિલીયનથી વધુ મેસેજ દરરોજ સેન્ડ થાય છે.

હવે એપને વધુ પૉપ્યુલર બનાવવા માટે whatsapp પર હાલમાં એક નવું ફીચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જેમાં તમે યૂટ્યૂબની વિડીયોઝને સીધું તમારા whatsappના ચેટ વિન્ડોમાં જોઇ શકશો. ઉદાહરણ તરીકે તમને તમારો કોઇ ફ્રેન્ડ યૂટ્યૂબ વિડીયો મોકલે છે. એને જોવા માટે તમે એની પર ટેપ કરો છો તો એ વીડિયો એ જ ચેટ બોક્સમાં પ્લે થઇ જશે. ટેપ કરવા પર તમારા ફોન પર અલગથી યૂટ્યૂબ એપ લોન્ચ થશે નહીં.

આટલું જ નહીં, જ્યારે આ વીડિયો તમારા ચેટ વિન્ડોમાં પ્લે થઇ રહ્યો હશે, તો તમે એને ઝૂમ કરી શકશો, ફુલ સ્ક્રીન મોડમાં વઇ જઇ શકશો અને ચાલી રહેલા પ્લેબેકને હટાવીને એ જ ચેટના અન્ય મેસેજ પણ વાંચી શકશો. જો કે તમે કોઇ પણ ચેટમાં વીડિયો જોઇ રહ્યા છો, તો એને બંધ કર્યા વગર બીજા ચેટ પર જઇ શકશો નહીં.

મળતી માહિતી અનુસાર આ ફીચર હલમાં માત્ર ios પર છે અને આઇફોન 6 અથવા એની ઉપરના મોડલ્સ પર જ સપોર્ટેડ છે. એપના એન્ડ્રોઇડ અને વિન્ડોઝ ફોન ક્લાયન્ટ્સ પર આવી કોઇ ટેસ્ટ જોવા મળી નથી.

જો ટેસ્ટિંગ બરોબર રહ્યું તો ios યૂઝર whatsappના નવી આ એપ યૂટ્યૂબની મજા લઇ શકશો.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

7 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

7 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

7 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

7 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

7 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

7 hours ago