Categories: Tech

WhatsApp કરશે બિઝનેસ ટૂલની શરૂઆત, જાણો તેનાંથી થશે કેવાં ફાયદા

સોશિયલ મિડીયામાં સૌથી પ્રચલિત એપ વોટ્સએપ હવે બિઝનેસ ટૂલની તરફ ધ્યાન આપી રહેલ છે. આનાં પહેલાં બિઝનેસથી જોડાયેલ વોટ્સએપ સર્વિસની સ્ક્રીનશોટ્સ અને રિપોર્ટ્સ આવતાં હતાં. પરંતુ હવે કંપનીએ વિશેષ રીતે આ બાબતે જાહેરાત કરી નાંખેલ છે. કંપનીએ પોતાનાં બ્લોગ પોસ્ટમાં કહ્યું કે વોટ્સએપ નવાં ફીચર્સનું ટેસ્ટિંગ કરશે.

કંપનીએ કહ્યું કે, “અમે ફ્રી વોટ્સએપ બિઝનેસ એપ પર ચાલનાર નવા ટૂલ્સનું ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ કે જેને નાની-મોટી કંપનીઓને ધ્યાનમાં રાખીને બનાવેલ છે. આમાં ગ્લોબલ કંપનીઓ પણ હશે જેવી કે ઇ-કોમર્સ અને એયરલાઇન્સ.”

રિપોર્ટ્સ અનુસાર વોટ્સએપ હવે આ ટૂલ્સનાં આધારે કમાણી કરવાં માંગે છે કેમ કે થોડાંક સમય માટે વોટ્સઅપે યૂઝર્સ પાસેથી રૂપિયા લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ પછી એને બંધ કરી દેવામાં આવ્યું. કંપની હવે બિઝનેસ ટૂલ્સનાં માધ્યમથી કમાણી કરવા માંગી રહી છે.

યૂઝર્સ આવનારા સમયમાં એક પીળા રંગનાં ચેટબોક્સથી કંપનીઓ સાથે સીધો સંવાદ પણ કરી શકશે. વધુમાં જોઇએ તો આ ચેટ મેસેજને ડિલેટ કરવાં પણ અશક્ય છે પરંતુ યૂઝર્સ વાત નહીં કરી શકવાની સ્થિતિમાં કંપનીઓને બ્લોક પણ કરી શકશે.

વોટ્સઅપે આ ફીચર્સની ટેસ્ટિંગ ભારતમાં શરૂ કરી દીધેલ છે. આ સર્વિસ બુક માય શોથી શરૂ કરવામાં આવેલ છે. બુક માય શોએ પોતાનાં યુઝર્સને ટિકીટ બુકીંગ માટે કન્ફર્મેશન પણ મોકલેલ છે. એક યુઝર્સે આનો સ્ક્રીનશોટ પણ ટ્વિટર પર શેર કરેલ છે.

સ્ક્રીનશોટમાં લખેલ મેસેજમાં કંપનીએ આ યૂઝરને જાણકારી આપેલ છે કે અમે આ ચેટમાં આપને ટિકીટનું કન્ફર્મેશન મોકલીશું. પરંતુ જો તમે મેસેજ નથી ઇચ્છતા તો STOP લખીને મોકલી શકો છો. સાથે આવનારા સમયમાં OLAનાં ગ્રાહકોને OTP અને ઇનવોયસ વોટ્સએપ પર જ મળવા લાગશે.

શું થશે આનાંથી ફાયદો?

કોઇ પણ પ્રકારની પ્રોડક્ટની જાણકારી માટે એ કંપનીનાં વોટ્સએપ હેંડલથી જ સવાલ પૂછી શકો છો અને સાથે કંપનીઓ પણ વોટ્સએપ દ્વારા કસ્ટમર્સને સપોર્ટ કરવા માંગે તો તે કરી શકે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

4 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

5 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

5 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

5 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

5 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

5 hours ago