WhatsAppએ આવ્યા નવા ફિચર્સ, ગ્રુપ ચેટમાં આવશે વધારે મજા

ફેસબૂકના સ્વામિત્વવાળા WhatsAppના નવા ફિચર્સ અને અપડેટની જાહેરાત કરી છે. WhatsAppનો પ્રયત્ન યુઝર્સને વધારે સારો એક્સપીરિયન્સ કરાવવાની છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ હવે WhatsApp ગ્રુપ માટે કેટલાક નવા ફિચર્સ તૈયાર કર્યા છે.

કંપનીએ એક સત્તાવાર બ્લોગ પોસ્ટમાં કહ્યુ કે, ”WhatsApp એક્સપરિયન્સની જો વાત કરવામાં આવે તો ગ્રુપ એક મહત્વનો ભાગ છે, વાત ભલે દુનિયામાં ફેલાયેલા ફેમિલી મેમ્બર્સ સાથે જોડાયેલી હોય કે પછી બાળપણના ફ્રેન્ડ્સ સાથે વર્ષો પછી કનેક્ટ થવાની. હવે નવા પ્રકારના WhatsApp ગ્રુપ્સ જેવા સપોર્ટની તપાસ કરી રહેલા નવા પેરેન્ટ્સ, ગ્રુપ સ્ટડી માટે સ્ટુડન્ટ્સ અને પ્રાકૃતિક આપદામાં રાહત પહોંચાડનારા લોકોનું ગ્રુપ સાથે આવ્યું છે. આજે અમે આ ફેરફારને જાહેર કરી રહ્યા છે, જેને અમે ખાસ કરીને ગ્રુપ્સ માટે બનાવ્યા છે.”

લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp ગ્રુપમાં 5 નવા ફિચર આપવામાં આવ્યા છે, જેમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન, એડમિન કંટ્રોલ, ગ્રુપ કેચ અપ, પાર્ટિસિપેન્ટ સર્ચ અને એડમિન પરમિશન્સ શામેલ છે.

WhatsApp યૂઝર્સની પાસે હવે હંમેશા માટે ગ્રુપ છોડવા માટે ઑપ્શન હશે, એટલે કે ગ્રુપ છોડ્યા પછી વારંવાર તેમાં એડ કરવાની પરેશાનીથી મુક્તિ મળશે. આ સિવાય, જે યુઝર્સે ગ્રુપ બનાવ્યું છે, તેને ગ્રુપમાંથી હટાવી નહીં શકાય. નવા અપડેટ્સ પછી યુઝર્સ સરળતાથી તે મેસેજને શોધી શકશે, જે ગ્રુપ કનવર્સેશનમાં તેમને મેન્શન કર્યા છે.

તાજેતરમાં, હાલમાં, WhatsApp દ્વારા પોતાના બિઝનેસ એપમાં એક નવા ફીચર્સને જોડવામાં આવ્યા હોવાની ખબર આવી હતી. WhatsApp દ્વારા ‘ચેટ ફિલ્ટર્સ’ ફીચર આપવામાં આવ્યું હોવાની ખબર છે જેમાં WhatsApp બિઝનેસ અકાઉન્ટ મેસેજને જલદી સર્ચ કરી શકાશે.

You might also like