Whatsapp માં ટૂંક સમયમાં મળશે વીડિયો કોલિંગ ફીચર

નવી દિલ્હી: સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટંટ મેસેજિંગ એપ, વોટ્સ એપ કેટલાક નવા ફીચર્સ એડ કરવાનું છે અને આ લિસ્ટમાં સૌથી ઉપર છે વીડિયો કોલિંગની સુવિધા. ગત વર્ષે આ એપ્સનો એક સ્ક્રીનશોટ લીક થયો હતો જેમાં વીડિયો કોલનું ઓપ્શન દેખાઇ રહ્યું હતું.

એન્ડ્રોઇડ પોલિસના એક અહેવાલ અનુસાર કંપની ટૂંક સમયમાં વીડિયો કોલ શરૂ કરી શકે છે. વોટ્સઅપને ઘણી ભાષામાં ટ્રાંસલેટ કરનાર યૂજર્સે ટ્રાંસ્લેશન કરતી વખતે Video call અને Video calling જેવા શબ્દો સાથે જોડાયેલા વાક્યોને ટ્રાંસલેટ કર્યા છે.

આ ઉપરાંત એક સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે જેમાં Video call unavailable at this time નો મેસેજ છે. આ ત્રણેય કડીઓને જોડીએ તો આ અંદાજો લગાવી ન શકાય કે કંપની આગામી દિવસોમાં વીડિયો કોલિંગનું બીટ અપડેટ લોન્ચ કરી શકે છે.

ફોન રડારના એક રિપોર્ટ અનુસાર એન્ડ્રોઇડ અને iOSને આપવામાં આવેલા અપડેટમાં કોલબેક ફીચર્સ આપવામાં આવ્યું છે. તેના માધ્યમથી એપ ખોલ્યા વિના મિસ કોલનો જવાબ આપી શકાય છે. આ સાથે જ iOS માટે વોઇસમેલ ફીચર પણ એડ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ એક અપડેટમાં વોટ્સઅપમાં પીડીએફ ફાઇલ શેરીંગ ફીચર્સ આપવામાં આવ્યું હતું. તાજેતરના અપડેટ બાદ હવે યૂજર્સ વોટ્સઅપના માધ્યમથી કંપ્રેસ્ડ ફાઇલ્સ એટલે કે Zip Files શેર કરી શકે છે.

You might also like