WhatsApp પર આવ્યું નવું રોચક ફીચર, આવી રીતે કરો ઉપયોગ

ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વ્હોટસએપના નવા વર્જન થોડા નવા ફીચર્સ જોડાયેલા છે જે ઘણા દિલચસ્પ છે. V2.18.30માં થોડા ફેરફાર જોવા મળશે. નવા ફીચરમાં ફોટો અને વીડીયો પર સમય અને લોકેશનનું સ્ટીકર લગાવી શકશો. આ નવું અપડેટ iPhone યૂઝર્સ માટે છે. જો તમારી પાસે આઇફોન છે તો તમારા વ્હોટસએપને અપડેટ કરી શકો છો.

અપડેટ કર્યા બાદ તમને આ નવો ઓપ્શન મળશે. ઉદાહરણ તરીકે જો તમે આ સ્ટીકરવાળો ફોટો અથવા વીડિયો મોકલવા ઇચ્છો છો તે આ રીત અપનાવવી પડશે જે સ્ટાર્ન્ડર્ડ છે. + આઇકોન પર ક્લિક કરવા લાઇબ્રેરીથી ફોટો અને વીડિયો સિલેકટ કરવાનો રહેશે, ત્યારબાદ તેની ઉપર ઇમોજી આઇકોનને ટેપ કરીને અહી તમને સ્ટીકર લગાવાનું ઓપ્શન મળશે.

અહીં તમે ટાઇમ, ક્લોક અને લોકેશન એડ કરી શકો છો. એક મળતા અહેવાલ મુજબ આ ફીચર એન્ડ્રોઇડમાં આવતા વ્હોટસએપમાં પણ આવી શકે છે. હાલમાં જ ફેસબુકના સ્વામિત્વવાળા WhatsApp એ ખોટી રીતે બીટા અપડેટમાં નવા એક ફીચરને રોલ આઉટ કરી દીધું હતું.

You might also like