whatsapp નું નવું ફીચર બની શકે છે માથાનો દુખાવો

whatsapp છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં બનેલું છે. નવા સ્ટેટસ ફીચરના કારણે whatsapp એ ઘણી ટીકાઓ ઝેલવી પડી હતી. ત્યારબાદ whatsapp એ જનું સ્ટેટસ પણ અબાઉટ નામથી રજૂ કર્યું છે. સ્નેપચેટના ફીચરને કોપી કરવા માટે whatsapp ને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ્સ પ્રમાણે whatsapp એક નવું ફીચર લાવવાનું છે જેનાથી તમને પરેશાની થઇ શકે છે, એટલે સુધી કે નવા ફીચર અપડેટ સાથે તમને whatsapp પર ગુસ્સો પણ આવી શકે છે. હકીકતમાં નવા ફીચરની જાણકારી WABetaInfo ના ટ્વિટર હેન્ડલથી મળી છે. ટ્વિટના જણાવ્યા અનુસાર whatsapp નું નવું ફીચર આવ્યા બાદ જેવો તમે whatsapp નંબર ચેન્જ કરશો અથવા પ્રોફાઇલ અપડેટ કરશે, એવી જ રીતે તમારા બધા કોન્ટેક્ટ નંબર પર નોટિફિકેશન જશે.

કેટલાક મીડિયા રિપોર્ટસ પ્રમાણે whatsapp આ ફીચર સિક્યોરિટી માટે લાવી રહ્યું છે, જ્યારે પહેલો પહેલૂ એ છે કે આ ફીચર આવ્યા બાદ યૂઝર્સ બાદ ઘણી બધી નોટિફીકેશન આવશે અને પ્રાઇવેસી ખતમ થઇ જશે, કારણ કે આ નોટિફીકેશન એ કોન્ટેક્ટ્સ પણ જઇ શકે છે જેને તમે બ્લોક કર્યા છે. જોઇએ કે આ ફીચર ક્યારે આવે છે અને લોકોને કેટલું પસંદ આવે છે.

http://sambhaavnews.com/

You might also like