whatsapp લાવી રહ્યું છે તમારા માટે આ જોરદાર ફીચર

બની શકે છે કે whatsapp પર હવે તમે એક સાથે ઘણા બધા કોન્ટેક્ટ એક સાથે મોકલી શકશો. પહેલા યૂઝર્સ એક વખતમાં એક જ કોન્ટેક્ટ મોકલી શકતું હતું. પરંતુ હવે લિમીટ વધી શકે છે. જલ્દી આ ફીચર દરેક યૂઝર્સને મળી શકે છે. આ ફીચર પહેલાની જેમ જ કામ કરશે, પરંતુ મોકલવાની લિમીટ વધવાને કારણે એક વખતમાં એકથી વધારે કોનટેક્સ સિલેક્ટ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે માત્ર એક વખતમાં એકથી વધારે કોન્ટેક્ટ મોકલવાની લિમીટ વધી શકે છે, પરંતુ એક વખતમાં એકથી વધારે યૂઝર્સને મોકલવાની નહીં. રસપ્રદ વાત તો એ છે કે લિમીટ ઘણા વધારે ગશે આશરે 100 કોન્ટેક્ટથી પણ વધારે એક વખતમાં સિલેક્ટ કરવામાં આવશે. યૂઝર્સ આ ફીચરનો ઉપયોગ નિશ્વિત યૂઝર ઉપરાંત ગ્રુપમાં પણ કરી શકશે.

જો કે હજું આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને આ બીટા સ્ટેજમાં છે. તમે એનો ઉપયોગ Google play માં બીટા ટેસ્ટરની જેમ સાઇન અપ કરીને ઉપયોગ કરીને તમે જોઇ શકો છો. જો કે આ બાબતે કોઇ જાણકારી સામે આવી નથી કે આ ફીચર એન્ડ્રોઇડ અને ios માટે દરેક જગ્યાએ ક્યારે લોન્ચ કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like