WhatsApp પર મળશે GIF સપોર્ટ, મોકલી શકાશે એનિમેટેડ ઇમેજ

નવી દિલ્હી: દુનિયાની નંબર-1 ઇન્સ્ટંટ મેસેજિંગ એપ સતત નવા ફીચર્સ એડ કરે છે. રિપોર્ટ અનુસાર તેના આગામી અપડેટમાં GIF ઇમેજ સપોર્ટ આપવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે લોકો હંમેશાથી જ વોટ્સઅપ પાસે આ ફિચર્સની માંગ કરતા આવ્યા છે.

આ અપડેટ બાદ વોટ્સઅપ યૂજર્સ એકબીજાને એનિમેટેડ GIF ઇમેજ મોકલી શકશે. આ મેસેજિંગ એપ પર નજીકથી નજર રાખનાર એક ટ્વિટર હેંડલના અનુસાર iOS માટે વોટ્સઅપના આગામી અપડેટમાં આ ફિચર્સ આપવામાં આવશે.

જો કે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે iOS માટે વોટ્સઅપના બીટા વર્જનમાં GIFનું સપોર્ટ ટેસ્ટિંગ માટે આપવામાં આવ્યું છે. આ પહેલાં હેંડલે પબ્લિશ કર્યું હતું કે વોટ્સઅપ કોમ્યુટર અને ઓએસ એક્સ માટે નેટિવ એપ્સ લોન્ચ કરનાર છે.

શું છે GIF ઇમેજ
તેને તમે એનિમેટેડ ઇમેજ કહી શકો છો. જોવામાં આ નાના વીડિયો જેવી લાગે છે. તેને કેટલાક ફોટા સાથે જોડીને અથવા વીડિયોના કેટલાક ભાગને એડિટ કરીને બનાવવામાં આવે છે. વીડિયો કે એનિમેશનના અનુસાર આ ઘણી બધી જગ્યા રોકે છે એટલા માટે તેને શેર કરવી આસાન નથી.

હાલમાં વોટ્સઅપે આ વિશે જાણકારી આપી નથી, પરંતુ આ ટ્વિટર એકાઉન્ટ પરથી ચેંજલોગથી ટ્વિટ કરવામાં આવ્યું છે જેથી અંદાજો લગાવી શકાય છે કે ટૂંક સમયમાં વોટ્સઅપ GIF ઇમેજ સપોર્ટ મળશે.

You might also like