WhatsApp મેસેન્જર થયું થોડા સમય માટે ડાઉન…

મશહુર મેસેજિંગ એપ વોટ્સએપ દુનિયાભરમાં ડાઉન થયાના અહેવાલ મળી રહ્યાં છે. લાખો યૂઝર્સ વોટ્સએપનું એપ અને વેબ સર્વિસ કામ નહી કરી રહી હોવાની જાણકારી ટ્વિટર પર આપી હતી. વોટ્સએપ મેસેન્જર અચાનક બંધ થઇ જતાં યુઝર્સ ન તો વોટ્સએપ કરી શકતા હતા કે ન કોઇ મેસેજ તેમને આવતો હતો. ફેસબુકના સ્વામિત્વવાળા મેસેજિંગ એપનો ભારતમાં લાખો લોકો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છેકે આજરોજ એટલે કે શુક્રવારે બપોરે 1.30 કલાકની આસપાસ વોટ્સએપ મેસેજ આવવાનું કે જવાનું બંધ થઇ ગયુ હતું. જો કે આ એક કલાકની આસપાસ ફરી શરૂ થઇ ગયું હતું. જો કે હાલમાં ફેસબુક કે વોટ્સએપ દ્વારા આ અંગે કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.

You might also like