WhatsApp લાવ્યું નવી સર્વિસ, મોકલી શકશો બલ્ક મેસેજ

આ સ્ટ્રક્ચર્ડ મેસેજનાં સહારે WhatsApp આ પ્લેટફોર્મને બિઝનેસ ફ્રેન્ડલી બનાવવાની કોશિશમાં છે. જેથી કારોબારી WhatsApp નો ઉપયોગ કરીને ટાર્ગેટ ઓડિયન્સને સીધા મેસેજ મોકલી શકે. આ પ્રકારની સામૂહિક વાતચીત હાલમાં WhatsApp પર સંભવ નથી.”

@WABetainfo નું કહેવું છે કે, સ્ટ્રક્ચર્ડ WhatsApp મેસેજમાં કેટલાક પ્રકારનાં ટેમ્પ્લેટ જોવા મળ્યા છે, જેમાંથી એક યુઝરના લેન્ગવેજમાં એક મેસેજનું ટ્રાન્ઝેક્શન છે, જો કોઈ બિઝનેસ દ્વારા કોઈ WhatsApp ટૂલની મદદથી મેનેજ કરવામાં આવી રહ્યું છે. તો WhatsApp એન્ટરપ્રાઈઝથી ભવિષ્યમાં ઘણા જ બદલાવ આવવાની આશા છે.

@WABetainfo એ એક વધુ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ફેસબુક પાસે પહેલાથી જ કેટલા એવા ટૂલ્સ છે. જેનાથી તે Json ફાઈલ્સની મદદથી સ્ટ્રક્ચર્ડ મેસેજને મેનેજ કરે છે. WhatsApp ઓગસ્ટ ૨૦૧૬ માં જ પોતાની ટર્મ અને કંડીશનને અપડેટ કરીને, આ પ્રકારનાં કોઈ પણ પગલાં વિશે ઈશારો પહેલાં જ કરી દીધો હતો. તેમાં કંપનીએ જણાવ્યું હતું કે, અમે WhatsApp ને કામ માટે ઉપયોગ કરી શકે છે. જેથી કારોબારી તમારા સીધા સંવાદ રાખી શકે અને તમારા કામની જાણકારી જેવી ફ્લાઈટનો સમય, કોઈ ઓફરની જાણકારી અથવા કોઈ ખરીદ સબંધી જાણકારી તમને WhatsApp પર મોકલી શકાશે. WhatsApp નું તે પણ કહેવું છે કે, સ્પામની જેવું નહી હોય.

You might also like