whatsappમાં આવશે ગ્રૃપ વિડિયો કોલ અને સ્ટિકર્સ માટે સપોર્ટ

ફેસબુક એફ 8 ડેવલોપર્સ કોન્ફરન્સમાં દુનિયાની સૌથી મોટી સોશિયલ દિગ્ગજોએ ઘણા એલાન કર્યા. ક્લિયર હિસ્ટ્રી અને ફેસબુક એપમાં ડેટિંગ પ્રોફાઈલ જેવા મોટા ફેસબુક ફીચર્સ સિવાય, સીઈઓ અને કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે વોટ્સએપ જેવા એપ માટે કેટલાક નવા ફીચર્સની જાહેરાત કરી છે.

વોટ્સએપ પર વોઈસ અને વીડિયો કોલિંગ ખુબજ વધારે લોકપ્રિય છે. આવનારા કેટલાક મહિનાઓમા જ ગૃપ વીડિયો કોલિંગ ફીચર આવી જશે. વોટ્સએપ પર ટૂંક જ સમયમાં સ્ટિકર્સનો પણ ઉપયોગ કરી શકાશે. એપમાં ડેવલોપર્સ દ્વારા બનાવાયેલા થર્ડ-પાર્ટી સ્ટિકર્સ માટે પણ સપોર્ટ મળશે.

ઝુકરબર્ગે પોતાના ભાષણમાં ખુલાસો કર્યો કે વોટ્સએપના સ્ટેટસ ફિચરને દુનિયાભરમાં લગભગ 450 મિલિયનથી પણ વધારે લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. ઝુકરબર્ગે કહ્યુ કે હમણા લોન્ચ કરવામાં આવેલા વોટ્સએપ બિઝનેસ એપને દુનિયાભરમાં અત્યારે 3 મિલિયન લોકો પહેલાથી જ વાપરી રહ્યા છે.

You might also like