social mediaની વધુ પડતી ટેવ તમારી આંગળીઓને કરી દેશે નકામી

જે યુવાનો Whatsapp અને facebookનો વધારે ઉપયોગ કરે છે તે લોકા માટે દુઃખદ સમાચાર છે. એક સંશોધન પ્રમાણે આંગળીનો વધારે ઉપયોગ કાંડા અને આંગળીમાં દુખાવો પેદા કરી શકે છે અને આર્થરાઈટીસ સહિત આરએસઆઈ જેવા હાડકાના ગંભીર રોગનો શિકાર પણ બની શકે છે.

આ અંગે સીનીયર ઓર્થોપેડીક ડોકટરે જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી યુવાનોમાં ફેસબુક અને વોટ્સએપની આદત વધી રહી છે. જેમાં પણ ફેસબુક અને વોટ્સએપ પર ચેટીંગ માટે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમજ સતત ચેટીંગ અને મેસેજિંગ કરતા લોકોની સંખ્યા વધી રહી છે. જેના કારણે આંગળીઓ અને કાંડામાં દુખાવાની ફરિયાદ પણ વધારે બની છે. તેમજ આ પ્રકારના દર્દના લીધે લાંબા ગાળે રીપેટીટીવ સ્ટ્રેસ ઇન્યુરીઝ જેવા રોગ પેદા થાય છે. જેના લીધે સાંધા અને સ્નાયુમાં સોજાની સમસ્યા વધે છે.

જે લોકો ટચ સ્ક્રીન અને ટેબ્લેટનો ગેમ અને ચેટિંગમાં વધારે ઉપયોગ કરે છે તેમના કાંડા અને આંગળીઓમાં દુખાવાની ફરિયાદ વધારે છે. જેના લીધે લાંબા ગાળે આંગળીઓનો આર્થરાઈટીસ થાય છે. પરંતુ હાલની લાઈફ સ્ટાઈલ પ્રમાણે આ સમસ્યા યુવાનોના ઝડપથી વધી રહી છે જે ચિંતાજનક છે.

You might also like