iPhone યૂઝર્સ હવે વોટ્સએપ પર જ જોઇ શકશે યૂટયૂબ વિડીયો

વોટ્સએપ દ્વારા આઇફોન કસ્ટમર માટે એક નવું ફિચર શરૂ કર્યું છે, જેમાં વોટ્સએપ પર મોકલવામાં આવેલ વિડીયો ચલાવવા માટે હવે યૂટયૂબ નહીં ઓપન કરવું પડે. આ એપ દ્વારાજો તમારા વોટ્સએપ પર કોઇ યૂટટૂબ વિડીયોની લિન્ક આવે છે તો તમારે હવેથી વોટ્સએપમાંથી બહાર જવાની જરૂર નહીં પડે. યૂટયૂબ વિડીયો તમારા વોટ્સએપના ચેટ વિન્ડો પર જ દેખાશે.

વોટ્સએપનો બીટા પ્રોગ્રામ પર નજરરાખનારી એક વેબસાઇટ ડબ્લ્યૂએબીટાઇફો અનુસાર, આ નવી સર્વિસ માટે યૂઝર્સે એપલના પ્લે સ્ટોર પર જઇને વોટ્સએપને અપડેટ કરવું પડશે. આ નવા વોટ્સએપ પર બીજા સુધારા પણ કરવામાં આવ્યા છે. યૂઝર્સને વોટ્સએપ પર યૂટયુબ વિડીયો જોવા માટે વિડીયો આવ્યા બાદ પ્લે ના ઓપ્શન પર ક્લિક કરવું પડશે.

આ અગાઉ વોટ્સએપ પર આવેલ યૂટયુબ વિડીયોની લીન્ક પર ક્લિક કર્યા બાદ વિડીયો યૂઝર્સના ફોનમાં રહેલ યૂટયુબ એપ દ્વારા ખુલતો હતો. જો કે હવે વોટ્સએપના ચેટ વિન્ડો પર ચાલી રહેલ વિડીયો બીજા કોઇપણ ચેટ વિન્ડો પર જવાથી પણ બંધ નહીં થાય. એન્ડ્રોઇડ અને વિન્ડો મોબાઇલ પર આ સુવિધા હજી આવવાની બાકી છે. વોટ્સએપના ભારતમાં 20 કરોડથી વધારે એક્ટિવ યૂઝર્સ છે જ્યારે દુનિયાભરમાં 1.2 અરબ એક્ટિવ યૂઝર્સ છે.

You might also like