હવે Whasts Appના આ નવા ફીચરમાં એકસાથે 4 વીડિયો કૉલિંગ કરી શકાશે

0 54

નવી દિલ્હી, શનિવાર
વિશ્વમાં જેનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે તેવા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ અવારનવાર તેનાં નવાં ફીચર્સ જોડતું હોય છે. જેના કારણે યુઝરોને ઘણી સુવિધા મળી શકે છે. ત્યારે હવે વોટ્સએપમાં એક સાથે ચાર લોકો વીડિયો કોલિંગ કરી શકે તેવુ ન‍વું ફીચર જોડવામાં આવી રહ્યું છે. તેનો આગામી સમયમાં અનેક લોકો લાભ લઈ શકશે.

એક માહિતી અનુસાર અત્યાર સુધી માત્ર સ્કાઈપ જેવું પ્લેટફોર્મ જ આવી સેવા આપતું હતું. જેમાં એક સાથે અનેક લોકો વીડિયો ચેટિંગ કરી શકે છે. ત્યારે હવે વોટ્સએપ બીટા ઈન્ફોએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે હાલ આ ફીચર માત્ર એન્ડ્રોઈડ માટે જ આપવામાં આ‍વશે. હાલ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

જોકે હાલ એ વાતની સ્પષ્ટતા થઈ શકી નથી કે તેનુ ફાઈનલ બિલ્ડ કયારે બહાર મુકાશે? આ ઉપરાંત એ પણ જણાવવામાં આવ્યું છે કે એક વખતમાં ત્રણ લોકોને વીડિયો કોલિંગમાં જોડી શકાશે એટલે કે એક સાથે ચાર લોકો વીડિયો કોલિંગનો લાભ લઈ શકશે.

વીડિયો કોલિંગ ફિચર વોટ્સઅેપમાં ગત વર્ષે જ આપવામાં આવ્યું હતું. અને હવે સ્ક્રીન શોટમાં એડ પર્સનનું ઓપ્શન જોવા મળી રહ્યું છે.જેને કોઈપણ યુઝર્સ કિલક કરી સામેના યુઝર્સને જોડી શકશે.

જોકે હાલ વોટ્સએપ તરફથી એ જણાવવામાં નથી આવ્યું કે ગ્રૂપ વીડિયો કોલિંગનું ફીચર ક્યારે આવશે? અથવા આવશે કે નહિ.? વોટ્સઅેપ પર ગ્રૂપ કોલિંગ માટે તમારે ફાઈનલ બિલ્ડની રાહ જોવી પડશે.પરંતુ જો તેના માટે હાલમાં જ ટ્રાઈ કરવી હોય તો એપીકે મિરર વેબસાઈટ પરથી તેના લેટેસ્ટ બીટા વર્ઝનને ડાઉનલોડ કરી શકાશે. અને આ રીતે તેનો લાભ લઈ શકાશે.

loading...

Leave A Reply

Your email address will not be published.